ડીસામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ ગુજારી ગળું કાપી નાખનાર નરાધમને ફાંસીની સજા.

પોસ્ટ કેવી લાગી?

ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી 11 વર્ષીય મુકબધીર કિશોરી સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થઈ હતી. ત્યારે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી કિશોરીની કોઈ જ ભાળ ન મળતાં તેના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી.

તપાસ દરમિયાન મોડી રાત્રે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મુકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો અજાણ્યો યુવક દેખાયો હતો. જ્યારે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસે અવાવરૂ પહાડી વિસ્તારમાંથી આ કિશોરીની ક્ષતવિક્ષત હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા જ ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવને પગલે દાંતીવાડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આ કિશોરી ગળુ કાપી ધડથી માથુ 20 ફૂટ દૂર ફેંકી દીધેલી હાલતમાં નજરે પડી હતી. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.ડોગ સ્કોડ અને એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

જેમાં આરોપીએ મુકબધિર કિશોરીને એકાંત જગ્યામાં લઈ જઈ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પોતાનું પાપ છુપાવવા તેણીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસ તપાસ દરમ્યાન કિશોરી ની હત્યારો તેનાજ મામાનો દિકરો નીકળતાં ચકચાર મચી જવા પામી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં ધેરા પ્રત્યાઘાતો પડયાં હતાં અને કિશોરીના હત્યારાને ફાંસીની સજા કરવા પરિવાર સાથે મુકબધિર દિકરીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી જ્યારે કિશોરીની ઘાતકી હત્યાના સમાચાર મળતા જ ડીસાના ધારાસભ્ય, મહિલા આયોગના સભ્ય ર્ડા.રાજુલબેન દેસાઈ સહિત માળી સમાજના આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

જ્યારે મુકબધીર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની ઉપર બળાત્કાર કરી હત્યા કરનાર શખસને ફાંસીની સજા થાય તેવી માંગણી તેના પરિવારજનોએ કરી હતી. આરોપી નીતીન માળી દ્વારા કિશોરીનું ગળું કાપી ધડથી અલગ કરી દીધું ઘટના સ્થળે આ કિશોરી ગળુ કાપી ધડથી માથુ 20 ફૂટ દૂર ફેંકી દીધેલ હાલતમાં નજરે પડી હતી. જેના કારણે આ સ્થળે એકઠા થયેલા લોકોમાં અરેરાટી સાથે હત્યારા પ્રત્યે ફીટકારની લાગણી ફેલાઈ હતી.પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.સીસીટીવી ફુટેજના આધારે તપાસ પોલીસે સીસીટીવી ફૂટેઝ તેમજ સાંયોગીક પુરાવાઓને આધારે તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી નીતિન માળી નામના યુવકની અટકાયત કરી હતી.

આ યુવકે મુકબધિર બાળકીનું અપહરણ કરીને ભાખર ગામ નજીક લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે તેણીનું ગળું કાપી હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું જ્યારે આજે ડીસા બીજા એડિશનલ સેશન્સ કોર્ટ જ્જ દવે સાહેબ દ્વારા કિશોરીના હત્યારાના ફાંસીની સજા સંભળાવ્યા કોર્ટ કમ્પાઉન્ડમાં સોપો પડી ગયો હતો અને કિશોરીના પરીવારજનો દ્વારા કોર્ટ ના ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે આ ચુકાદો ભારતના 130 કરોડની જનતાની દિકરીને ન્યાય મલ્યો છે…..

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures