ફતેપુરા તાલુકાના હિંગલા, ખાખરીયા, પાડલીયા, ગવાંડુંગરા, ચાંદલીમાં નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું.
મનરેગા યોજના હેઠળ નવિન ગ્રામ પંચાયત નું પણ ખાતમુહૂર્ત કરાયું.
વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે કરાયું.
ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ના કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે નલ સે જલ યોજના તેમજ મનરેગા યોજના હેઠળ નવિન ગ્રામ પંચાયત નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. હિંગળા, ખાખરીયા, પાડલીયા, ગવાંડુંગરા,અને ચાંદલી ગામે કાર્યક્રમો યોજાયા હતા.
ફતેપુરા તાલુકામાં આવેલા ગામો માં દરેક પરિવારો ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે અર્થે નલ સે જલ યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શનિવાર ના રોજ વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મનરેગા યોજના હેઠળ નવિન ગ્રામ પંચાયત કચેરી નું પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, મહિલા મોરચાના મંત્રી નીલમબેન ડિંડોર, તાલુકા ભાજપ મહામંત્રી નાનુભાઈ ભગોરા, મહીલા મોરચા ના પ્રમુખ કાંતાબેન ડામોર, આગેવાન ગૌતમભાઈ મછાર, કીર્તિપાલ ચૌહાણ સહિત કાર્યકર્તાઓ ગ્રામજનો અને મનરેગા યોજના ના કર્મચારીઓ, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
પાડલીયા ગામે 100 વર્ષ થી વધુ ઉંમર ના ડોશી માનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી આપી હતી અને યોજનાઓ સાકાર થાય તે માટે ગ્રામજનો ના સહકાર ની અપેક્ષા કરવામાં આવી હતી.