Dandak rameshbhai

કન્યા વિદ્યાલય, બી.એડ કોલેજ, આર્ટ્સ કોલેજ, આઇ. ટી. આઇ, ખાતે ચુસ્ત સલામતી સાથે ઉજવણી કરાઈ

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં આવેલ જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારના કોરોના ગાઇડલાઇન મુજબ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. બી.એડ કોલેજ કન્યા વિદ્યાલય આર્ટસ કોલેજ પ્રાયમરી શાળા આઇ ટી આઇ ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં કોરોના મહામારી ચાલતી હોવાથી સરકારના નિયમો સાથે ઉજવણી કરવામાં આવી હતી દંડક રમેશભાઈ કટારા દ્વારા કોરોના મહામારી દરમિયાન સાવધાની રાખવી અને નિયમોનું ચુસ્ત પાલન કરવું રસીકરણ કરાવવું જે બાબતની સૂચનાઓ આપવામાં આવી હતી.