Unnati Foundation and Sankalp Sanstha Patan

પાટણ જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદભાઈ પટેલ અને પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર ઉપસ્થિત રહી બંને સંસ્થાઓની સેવાલક્ષી કામગીરી બિરદાવી.

ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થા પાટણ ના સયુંક્ત ઉપક્રમે કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળા કેમ્પ નું આયોજન પ્રજાસતાક દિન ઉજવણી અંતર્ગત આજે વીસમા દિવસે ભાજપ જિલ્લા કાર્યાલય પાસે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદભાઈ પટેલ, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ પ્રશિક્ષણ સેલના સંયોજક જાનકીબેન આચાર્ય, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ગંગારામભાઈ સોલંકી, પાટણ તાલુકા ભાજપ ના પ્રમુખ મગનભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર, પાટણ શહેર ભાજપ મહામંત્રી ગૌરવભાઇ મોદી, પૂર્વ શહેર મહામંત્રી સુરેશ જોશી, વાયરસ વ્યાસ, પાટણ શહેર ભાજપ ઉપપ્રમુખ નીરુભાઈ પ્રજાપતિ, ગુંગડી પાટી સેવા સહકારી મંડળી ના પ્રમુખ રિંકુંભાઈ પટેલ, પાટણ શહેર મહિલા મોરચાના મહામંત્રી માનસીબેન ત્રિવેદી, પાટણ શહેર મહિલા મોરચાના મંત્રી મીનાબેન સોલંકી, જિલ્લા મીડિયા સેલ ના કન્વીનર જયેશભાઈ દરજી, સામાજિક અગ્રણી અશોકભાઈ પરમાર, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા, સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા, મુકેશ પ્રજાપતિ, સુમિતભાઈ રાઠોડ, પાટણ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી નરેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ દેસાઈ, વિજયભાઇ યોગી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા એ ૨૬ મી જાન્યુઆરી બંધારણ અમલ દિવસ નિમિતે ઉપસ્થિત મહાનુભાવોનું રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર જી નું પુસ્તક આપી સન્માન કર્યું હતું.

પાટણ જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદભાઈ પટેલ, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર અને ઉપસ્થિત મહાનુભાવોએ ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થા ની સેવાલક્ષી કામગીરી બિરદાવી હતી આ વિસ્તારના મોટી સંખ્યામાં રહીશોએ ઉકાળા કેમ્પ નો લાભ લીધો હતો.