• ફેસબુક મેસેન્જરમાં હોય કે ક્રોમમાં, એપ્લિકેશન્સ માટે ડાર્ક મોડ ફીચર ઘણા સમયથી ખૂબ ચર્ચામાં છે.
  • WhatsApp ઉપર પણ આ ફિચર આવવાની વાત ગત વર્ષથી જ કરવામાં આવી રહી છે.
  • પરંતુ હવે ખબર છે કે આ ફિચર WhatsApp માટે નહીં રજૂ કરવામાં આવે.
  • WABetaInfoના ટ્વિટ મુજબ આ ફિચરને એન્ડ્રોઇડ એપથી સમગ્રપણે હટાવી દેવામાં આવ્યું છે.
  • 2.19.123 Beta વર્ઝનથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિચર ડેવલપમેન્ટ સ્ટેજમાં હતું, જેનો અર્થ ઓવો કે આ ફિચર ટેસ્ટિંગ મોડથી પણ હટાવવામાં આવ્યું છે અને આવનારા અપડેટમાં તે યૂઝર્સને નહીં મળે.

  • આ પહેલા વાબીટાઇન્ફોએ જણાવ્યું હતું કે વોટ્સએપમાં આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
  • ડાર્ક મોડ ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઈને ક્યારેય કોઈ જાણકારી સામે નહોતી આવી. પરંતુ ડાર્ક મોડ ફિચરને લઈ WABetaInfoએ પહેલા અનેક ટ્વિટ્સ કર્યા છે, જેમાંથી એક નીચે આપવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે.

  • શું હોય છે Dark Mode Feature?

    આ ફિચરને ઓન કરતાં વોટ્સએપનું બેકગ્રાઉન્ડ કલર બ્લેક થઈ જાય છે.
  • તેનાથી યૂઝર્સને લાંબા સયમ સુધી કોઈ પરેશાની વગર વોટ્સએપ પર ચેટિંગ કરવામાં મદદ મળે છે.
  • તેના કારણે યૂઝર્સની આંખો પર કોઈ ખરાબ અસર નથી પડતી.
  • આ ઉપરાંત ડાર્ક મોડથી ફોનની બેટરીની પણ બચત થાય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024