જાણવા મળ્યું છે કે એક દિવસ પહેલાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા
J&K કાશ્મીરમાં ગ્રેનેડથી રમતા એક બાળકનું બ્લાસ્ટના કારણે મોત થઈ ગયું છે, જ્યારે 4 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકને હોસ્પિટલ લઈ જતા સમયે જ રસ્તામાં જ મોત થઈ ગયું હતું. ઘટના શોપિયાંની છે. વિસ્તારમાં એક દિવસ પહેલાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા. એન્કાઉન્ટર બાદ આ ગ્રેનેડ તે વિસ્તારમાંથી રહી ગયો હતો. બાળકો એન્કાઉન્ટરવાળી સાઈટ પરથી આ ગ્રેનેડ ઉઠાવી લીધો હતો. ચાર ઈજાગ્રસ્તોને શોપિયાંની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ તમામ બાળકો ભાઈઓ હોવાનું જાણમાં આવ્યું છે. ઘટના શોપિયાંના મેમનદર ગામની છે. આ સાઉથ કાશ્મીરનો સૌથી વધુ આતંકવાદગ્રસ્ત વિસ્તાર છે. મંગળવારે આ વિસ્તારમાં જ એન્કાઉન્ટર દરમિયાન એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે કે સુરક્ષાદળો પર પથ્થરમારાની ઘટનાને કારણે 120થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કમાન્ડો શહીદ
સેના અને આતંકીઓ વચ્ચે બુધવારે કુપવાડામાં અથડામણ થઈ હતી. જેમાં એક કમાન્ડ શહીદ થયા હતા અને એક ઘાયલ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ શહીદ કમાન્ડોનું નામ મુકુલ મીણા છે. સાધુ ગંગાના જંગલોમાં આતંકીઓ છુપાયેલાં હોવાની સુચના મળ્યાં બાદથી સેનાએ અહીં મંગળવારે તપાસ અભિયાન ચલાવી રહ્યાં છે.