Diwali 2020 પૂજાનું શુભ મુહૂર્ત 14 નવેમ્બરના રોજ સાંજે 05:28 વાગે સાંજે 07:24 વાગ્યા સુધી છે
પ્રદોષ કાળ સાંજે 05:27 વાગ્યાથી 08:07 વાગ્યા સુધી રહેશે. તો અમાવસનીએ તીથિ 14 નવેમ્બરના રોજ બપોરે 02:17 વાગ્યાથી 15 નવેમ્બર સવારે 10:36 સુધી રહેશે.
લક્ષ્મી પૂજન વિધિ:
લક્ષ્મી પૂજન માટે સૌથી પહેલાં પોતાના ઘરે એક સ્થળ નક્કી કરો જ્યાં પૂજા કરવા માંગો છો. ઘરમાં જ્યાં મંદિર હોય, તે જગ્યા પર લક્ષ્મી પૂજા કરવામાં આવે છે ત્યાં ગંગાજળ અથવા સાદા પાણીથી સાફ કરો. પછી લાકડાના પાટ પર પીળું અથવા લાલ કપડું પાથરો. તેના પર ચોખાના લોટથી એક નાની રંગોળી બનાવો. અહીં દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખો. તેની જમણી અને ડાબી તરફ એક મુઠ્ઠી અનાજ રાખો.
‘કળશ’ ને પાણી, એક સોપારી, ગલગોટાનું એક ફૂલ, સિક્કો અને ચોખાથી ભરો. કળશ પર નારિયેળ રાખો તેના રેશાવાળો ભાગ ઉપરની તરફ હોય. આ નારિયેળની ચારેય તરફ આંબાના 5 પત્તા લગાવો.
‘પૂજાની થાળી’ તૈયાર કરો. તેમાં ચોખા મુકો. હળદર પાવડર વડે કમળનું ફૂલ બનાવો અને તેના પર લક્ષ્મીજીની મૂર્તિ રાખો. મૂર્તિની આગળ થોડા સિક્કા મુકો.
હિંદુ માન્યતાઓ અનુસાર પૂજા અથવા હવન કરતી વખતે સૌથી પહેલા પ્રથમપૂજ્ય ભગવાન ગણેશને આમંત્રિત કરવામાં આવે છે. માટે ‘કળશ’ની જમણી તરફ ગણપતિની એક મૂર્તિ મુકો.
તમે તમારા ધંધા અથવા વેપાર સાથે સંકળાયેલા ખાતા અથવા પેન વગેરેને મુકીને દેવી-દેવતાના આર્શિવાદ લો. ત્યારબાદ દીપક પ્રગટાવો.
ધીનો દિવો પ્રગટાવી પૂજાની થાળીમાં રાખો. તેના પર અક્ષત, કંકુ અને ફૂલ છાંટો. કળશ પર તિલક લગાવો અને તેના પર થોડા ફૂલ પણ ચઢાવો.
હવે દેવીનું આહવાન કરો. તેના માટે લક્ષ્મી માતના વૈદિક મંત્રોને યોગ્ય રીતે જાપ કરો. દેવીની પ્રાર્થના કરો, તેને ફૂલ અને ચોખા અર્પિત કરો.
દેવીને એક પ્લેટમાં મુકીને સ્નાન કરાવો, તેના પર પંચામૃત ચઢાવો. મૂર્તિને ફરીથી જળ વડે શુદ્ધ કરીને સાફ કરો. તેમને હળદર-કંકુનું તિલક લગાવો. અક્ષત લગાવીને ફૂલોની તાજા માળી પહેરાવો. દેવી સામે અગરબત્તી લગાવો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
દેવીને મિઠાઇનો ભોગ લગાવો. તેમની સામે નારિયેળ, પાનના પત્તા પર સોપારી રાખો. મા દેવીને દિવાળીની મિઠાઇ, ફળ, ધન અથવા કોઇ કીંમતી આભૂષણ ભેટમાં ચઢાવો.
અંતમાં ઘરના તમામ લોકો મળીને દેવીની આરતી કરો, તેનાથી ધન-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો. આ પ્રકારે ભગવાન ગણેશની પણ પ્રાર્થના કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો