- બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાક ની રીલિઝના 2 દિવસ પહેલા જેએનયૂમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હાજરી આપી હતી.
- જેનાથી અનેક લોકો નારાજ થયા હતા. જે પછી સોશિયલ મીડિયામાં તેમને મોટા પ્રમાણમાં ટ્રોલ પણ કરવામાં આવી હતી.
- પણ દીપિકાની ફિલ્મનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
- ભાજપના નેતાએ દીપિકાને આ મામલે ખરી ખોટી સંભળાવી હતી.
- જો કે આ વિવાદ હજી સુધી પણ ચાલી રહ્યા છે ત્યારે તમામની વચ્ચે પોતાને દીપિકા પાદુકોણના મોટા પ્રશંસક જણાવીને ભાજપના એક મોટા નેતાએ દીપિકા માટે આ વાત કહી છે.
- ભાજપના કેન્દ્રીય અને પર્યાવરણના રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો દીપિકા જેએનયુ મામલે ટિપ્પણી કરી છે.
- બાબૂલ સુપ્રિયોએ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં દીપિકા પાદુકોણની હાજરી આપી તે પછી તેમની પર સોશિયલ મીડિયામાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવાની વાતની નિંદા કરી છે.
- સાથે જ એ પણ સવાલ કર્યો છે કે તે વિશ્વવિદ્યાલયના એક જ સમૂહને તે કેમ મળી?
- સુપ્રિયોએ નાગરિક સંશોધન કાનૂનના પક્ષમાં દુર્ગ જિલ્લામાં સભા કરતા પહેલા સંવાદાતા સંમેલનમાં જેએનયુ પર સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણના વિરોધ પર સવાલ કરતા જણાવ્યું છે કે પોતાને તેના મોટા પ્રશંસક જણાવ્યા હતા.
- તેમણે કહ્યું કે દીપિકાની એક ફિલ્મના પાત્રને જોઇને તેમણે પોતાની દિકરીનું નામ નૈના રાખ્યું હતું. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના આ સમયમાં લોકોને કંઇક પણ બોલવાની ખૂલી છૂટ મળી છે.
- મંત્રીએ કહ્યું કે દીપિકા પાદુકોણનું જેએનયુમાં જવું તેમને મળવું જેમનું નામ અત્યારે આરોપી તરીકે સામે આવી રહ્યું છે.
- મળવું અને બીજા સમૂહને ન મળવું કેટલાક લોકોને ખટકી રહ્યું છે.
- સુપ્રિયોએ કહ્યુંકે તમે કોઇને પણ પ્રેમ કરો પણ તેના તમામ નિર્ણયો તમને સારા લાગે તેવું જરૂરી નથી.
- તેમણે કહ્યું કે દીપિકા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ગલત અને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરનારની હું નિંદા કરું છું.
- કોઇ પણ સ્થિતિમાં કોઇ પણ ફોરમ પર કોઇ પર રીતના આપત્તિજનક શબ્દો કે અપશબ્દોનો ઉપયોગ ન થવો જોઇએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News