Defense Minister
ભારત અને ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. આ સંજોગોમાં ગમે ત્યારે યુદ્ધ થઇ શકે શક્યતા છે. સ્થિતિને જોતા આજે રક્ષામંત્રી (Defense Minister)એ એક મહત્વની બેઠક બોલાવી છે. ચીન સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સવારે 11 વાગે મહત્વની બેઠક કરવા જઈ રહ્યાં છે.
રક્ષા મંત્રાલયમાં થનારી આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખ સામેલ થશે. આ બેઠકમાં ચીન સાથે લદાખમાં વધતા તણાવ અને તેના સમાધાન પર ચર્ચા થશે.
આ પણ જુઓ : WHO એ કોરોના વેક્સિનને લઇ આપ્યું મહત્વનું નિવેદન
સૂત્રોની જાણકારી મુજબ આ બેઠકમાં સરહદે ભારતીય રક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. આ સાથે જ ત્રણેય સેના પ્રમુખો પાસેથી લદાખમાં પળેપળ બદલાઈ રહેલા હાલાત પર તેમના દ્રષ્ટિકોણને પણ જાણવામાં આવશે. બેઠકમાં ચીન તરફથી ઉઠાવવામાં આવનારા સંભવિત સૈન્ય પગલાં ઉપર પણ વિચાર કરવામાં આવશે અને તેનો જવાબ આપવા માટે ભારતીય રક્ષા રણનીતિની યોજના તૈયાર કરવામાં આવશે.
આ પણ જુઓ : BSNL : 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ ધમાકેદાર પ્લાન લોન્ચ
ચીનને જવાબ આપવા લદાખમાં બ્લેક ટોપ, હેલમેટ ટોપ સહિત વ્યૂહાત્મક રીતે મહત્વના 30 શિખરો પર ભારતના જવાન અડીખમ સ્થિતિમાં છે. આ સાથે જ ફિંગર 4 પાસે પણ ભારતીય જવાનોએ ઊંચા શિખરો પર કબ્જો જમાવી લીધો છે. આ તૈયારીઓના પગલે ચીનની મોટાભાગની પોસ્ટ હવે ભારતીય જવાનોની સીધી ફાયરિંગ રેન્જમાં આવી ગઈ છે. આવામાં ચીને જો યુદ્ધ છેડવાની કોશિશ કરી તો તેને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.