અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મારી પર 9 હુમલા કરાવવામાં આવ્યા. આ હુમલા મારા પર નહી દિલ્હીની જનતા પર થયા છે. જો મારી પર હુમલા થયો તો જવાબદારી ભાજપ સરકારની છે.

અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર દરમિયાન એક યુવકે થપ્પડ મારવાની ઘટનાની આમ આદમી પાર્ટીએ નિંદા કરતા કેજરીવાલ પર થઇ રહેલા હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હુમલાખોરની પત્નિએ કહ્યું કે તેનો પતિ મોદીજી વિરુદ્ધ કંઇ નથી સાંભળી શકતા. માટે આ હુમલો કરાવવામાં આવ્યો છે જેથી મોદીજી વિરુદ્ધ બોલનારાઓ ડરી જાય.

કેજરીવાલે કહ્યું આ એક તાનાશાહ લક્ષણ છે, પરંતુ હું ડરવાનો નથી. મને ખુશી છે કે દેશના લોકો પણ અવાઝ ઉઠાવી રહ્યાં છે. દેશના ઘણાં નેતાઓએ આ હુમલા વિરુદ્ધ આવાઝ ઉઠાવ્યો છે. દેશના વડાપ્રધાન મોદીની તાનાશાહી વિરુદ્ધ આવાઝ ઉઠાવી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં રોડ-શો દરમિયાન સુરેશ નામના વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ મારી હતી ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટી આ ષડ્યંત્ર ગણાવી રહી છે જ્યારે પોલીસે જણાવ્યું કે, હુમલાખોર સુરેશ અનુસાર તે પાર્ટીના નેતાઓના વ્યવહારથી પરેશાન હતો.