• લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર મતદાન ચાલુ છે.
  • યુપીની અમેઠી સીટ પર એક પોલિંગ બુથ પર બોગસ વોટિંગનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક વૃદ્ધ મહિલાએ જબરદસ્તી વોટિંગ કરાયાનો આરોપ મૂકયો છે. મહિલાનો આરોપ છે કે બુથના પીઠાસીન અધિકારીએ તેમને જબરદસ્તી કોંગ્રેસના પંજા પર વોટ અપાવી દીધો જ્યારે તે ભાજપને વોટ કરવાના હતા.
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો છે.

  • મહિલાનો વીડિયો પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રીટ્વીટ કરતાં ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાની એ કહ્યું, ચૂંટણી પંચ ધ્યાન આપે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુથ કેપ્ચરિંગ કરી રહ્યાં છે. તેમણે ચૂંટણી પંચને પોતાની ટ્વીટમાં ટેગ પણ કર્યા.

  • આ મુદ્દાને લઇ એસડીએમ એ કહ્યું કે હજુ મને ફરિયાદ મળી નથી, સોશિયલ મીડિયાથી માહિતી મળી છે. તપાસ ચાલી રહી છે.
  • અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ ભાજપના સ્મૃતિ ઇરાની મેદાન પર છે. આ સીટ પર ચૂંટણી મુકાબલો અગત્યનો મનાઇ રહ્યો છે.
  • આમ તો આ સીટ કોંગ્રેસનો ગઢ મનાય છે અને રાહુલ અહીંથી ત્રણ વખત સાંસદ રહી ચૂકયા છે. પરંતુ સ્મૃતિ ઇરાની છેલ્લાં ઘણા સમયથી અહીં સક્રિય મનાઇ રહ્યા છે.