Delhi Police
રાજધાની દિલ્હીના ધૌલાકુંવા વિસ્તારમાં ગત રાતે પોલીસ (Delhi Police) એન્કાઉન્ટરમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શકમંદ આતંકીનું નામ અબૂ યુસૂફ છે. અબૂ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવે છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસ(Delhi Police) ની સ્પેશિયલ સેલે ગત રાત્રે ધૌલાકુંવાથી કરોલ બાગને જોડતા રિજ રોડ પાસે એન્કાઉન્ટર બાદ આ આંતકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે IED અને એક પિસ્ટલ મળી આવી છે.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે ધૌલાકુઆંમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા અથડામણ બાદ એક આઈએસઆઈએસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપી પાસેથી આઈ.ઈ.ડી. પણ મળી આવ્યા છે.
આપને જણાવી દઇએ કે સુરક્ષા દળોએ 15 ઑગસ્ટના રોજ દિલ્હીમાં આતંકવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી. ત્યારબાદથી દિલ્હી પોલીસ (Delhi Police) ખૂબ સાવચેત હતી. પોલીસે બાતમીના આધારે વહેલી તકે કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટરમાં આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કેટલાક વધુ આતંકવાદીઓની શોધ કરી રહી છે.
અત્યાર સુધી પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આતંકવાદી દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતો. આતંકીએ અનેક જગ્યાની રેકી કરી હતી. દિલ્હી પોલીસે આતંકીની પૂછફરછ બાદ અનેક જગ્યાએ દરોડા કરવાના શરૂ કર્યા છે.
નોંધનીય છે કે દિલ્હીમાંથી પકડવામાં આવેલો ISIS આતંકી ખુરાસન મોડ્યૂલ સાથે જોડાયેલો હોઈ શકે છે. 13 જુલાઇના રોજ NIAએ પુના ખાતેથી ISISની મહિલા આતંકી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. સાદિયાએ ખુલાસો કર્યો હતો કે ISIS ભારતમાં મોટા આતંકી હુમલાની તૈયારીમાં છે, જેમાં દિલ્હી અને મુંબઈ શહેર સામેલ છે. સાદિયા જ ભારતમાં યુવાઓને આતંકી સંગઠને સાથે જોડાવાનું કામ કરતી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.