અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર આ અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી

Payal Ghosh
- Advertisement -

This browser does not support the video element.

Payal Ghosh

બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh) હવે રાજકારણમાં એન્ટ્રી કરી રહી છે. આ અભિનેત્રી પાયલ ઘોષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં સામેલ થઇ રહી છે. ચર્ચા છે કે પાયલ ઘોષને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની મહિલા મોરચાનું ઉપાધ્યક્ષ બનાવી શકાય છે.

અભિનેત્રી પાયલ ઘોષે અભિનેતા અને નિર્દેશક અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહી પાયલ ઘોષે મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પાયલ ઘોષે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અનુરાગ કશ્યપએ આ આરોપને નકારી કાઢ્યા હતા. 

આ પણ જુઓ : 28 ઓક્ટોબરથી પશ્ચિમ રેલ્વે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પોતે પાયલને પાર્ટીમાં સામેલ કરી રહી છે. તે સાથે પાયલ ઘોષના વકીલ પણ પાર્ટીમાં જોડાશે. ઉપરાંત એ પણ ચર્ચા હૈ રહી છે કે તેમના વકીલને એડવોકેટ વિંગમાં પદ આપવામાં આવી શકે છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.