- કેજરીવાલને જીતાડનાર રણનીતિનો પ્રથમ વખત ખુલાસો, ગત વર્ષે જૂનથી આ કામ શરૂ થઈ ગયું હતુ.
- દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 63 એટલે કે 88 ટકા સીટ જીતી લીધી છે. અરવિંદ કેજરીવાલ ફરી દિલ્હીના મુખ્યમંત્રી બનશે. 62(આપ) અને 8(ભાજપ) સીટોના આંકડા જોતા એમ લાગી રહ્યું છે કે આપ માટે જીતવું સરળ હતું, પર એમ ન હતું. એક સમય એવા પણ આવ્યો હતો કે સમગ્ર ચૂંટણી આમ આદમીના હાથમાંથી જતી દેખાઈ હતી. જેના પગલે કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના સીએમ બન્યા છે.
- સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનો રોલ નક્કી કરવામાં આવ્યો.આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના રોલ અંગે સૌથી મોટી મુંઝવણ એ હતી કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે વર્તવું જોઈએ કે વિરોધ પક્ષે રહેલા રાષ્ટ્રીય નેતાની માફક આ અંગે સઘન વિચારણા પછી નક્કી કરવામાં આવ્યું કે અરવિંદની ભૂમિકા ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જ મર્યાદિત રાખવામાં આવે. કારણે લોકોએ અરવિંદને એ માટે જ પસંદ કર્યા છે. આથી પ્રારંભથી જ એવા મુદ્દાઓથી અંતર રાખવાનું નક્કી થઈ ગયું, જે મુદ્દાઓ દિલ્હી સંબંધિત ન હતા. જેમ કે, રામમંદિર અંગે અરવિંદે કોઈ ટિપ્પણી ન કરી. પરંતુ પ્રદુષણના મુદ્દે કેન્દ્ર સરકાર સાથે જરૂર શિંગડા ભેરવ્યા. કારણ કે એ મુદ્દો દિલ્હી સંબંધિત હતો.
- પોઝિશનિંગમાં ફેરફાર માટે જાહેરાતમાં અરવિંદનો ફોટો સુધ્ધા બદલાયો।.અરવિંદ કેજરીવાલના પોઝિશિનિંગમાં ફેરફાર કરવામાં આવ્યો. જેમ કે તમે હવે આંદોલનકારી, ક્રાંતિકારી નથી, પરંતુ એક રાજ્યના મુખ્યમંત્રી છો. આ અંતર્ગત અરવિંદ કેજરીવાલ સરકારની જાહેરાતમાં બતાવવામાં આવનાર ફોટો બદલવામાં આવ્યો.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- ચૂંટણી પહેલા રિપોર્ટ કાર્ડ આપ્યું, જેથી ભરોસો થાય અને વધે.ચૂંટણી પહેલા આપે રિપોર્ટ કાર્ડ આપ્યું કે પાર્ટીએ કામ શું કામ કર્યું છે. પહેલા બતાવીને પોતાની વિશ્વાસનીયતા સ્થાપિત કરો. કેમ્પેનની શરૂઆત જ રિપોર્ટ કાર્ડથી થઈ અને કાર્ડમાં એ લખવામાં આવ્યું ન હતું કે અમે દિલ્હીના રસ્તાઓ બદલ્યા છે કે રસ્તાઓ સુધારી દીધા છે. પરંતુ જે દાવાઓ કરવામાં આવ્યા હતા, તેને આંકડાઓની સાથે 10 પોઈન્ટમાં લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ સિવાય ગેરન્ટી કાર્ડની માત્ર મંચ પરથી જાહેરાત કરવામાં આવી ન હતી પરંતુ તેને ઘરે-ઘરે પહોંચાડવામાં આવ્યું હતું. દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા 25 હજાર ઘરો સુધી આ રિપોર્ટ કાર્ડને પહોંચાડવામાં આવ્યું છે.
- લગે રહો કેજરીવાલે ચમત્કાર જેવું કામ કર્યું। . “લગે રહો” નો અર્થ એ છે કે તમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે, પરંતુ તમે એ પણ માની રહ્યાં છો કે હાલ બધુ પ્રાપ્ત થયું નથી.તો એ તમારી ભૂલ છે ,તેમાં સમય લાગશે. એક દિવસમાં બધુ બદલાઈ જતું નથી, પરંતુ તમારે સતત મહેનત કરતા રહેવું પડે છે. આ મેસેજે ચમત્કારનું કામ કર્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News