ઢબુડી માતાના શરણે ગયા બાદ બોટાદના એક પિતાએ પોતાનો કેન્સરગ્રસ્ત દીકરો ગુમાવ્યો હતો. આ પિતા આજે પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા સાથે તેઓ ઢબુડી માતા તરીકે જાણીતા ધનજી ઓડ સામે અરજી આપવા માટે પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ફરિયાદ બાદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે મીડિયા સામે આવી કહ્યું હતું કે ‘મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું, હું કોઈને ઢબુડી માતાનો દિવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. બે લાખ લોકો કહેશે ત્યારે ચૂંદડી હટાવીશ.’
ધનજી ઓડે કહ્યું હતું કે ‘આજે બોટાદમાં મારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદી મને મળ્યા નથી. જો તે મને ત્રણ વર્ષ પહેલા મળ્યા હોય તો પૂરવાર કરીને બતાવે. મેં દવા બંધ કરવાનું ક્યારેય કહ્યું નથી. આ શ્રદ્ધાનો વિષય છે. લોકો સામેથી આવે છે, હું કોઈને બોલાવતો નથી. મારા પ્રસાદમાંથી ગરીબો ભોજન લે છે. મારી પાસે એક કરોડનો બંગલો છે, 50 લાખનો બંગલો અને ગાડી છે તેવા આક્ષેપો થયા છે, તો તેને સાબિત કરી બતાવે.’
ગઈકાલેચૂંદડી ઓઢીને લોકોને ઠગતા આ ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. પોલીસે પીડિત પિતા ભીખાભાઇની અરજી લેવાની કામગીરી હાથધરી છે. ત્યારે વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જ્યંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘અત્યારે પોલીસ અરજી લઇ રહી છે. કાલે ફરિયાદ લેશે. પીડિત પિતાનું નિવેદન લેવાની કામગીરી ચાલું છે. પોલીસ પણ આ ઢોંગીને પકડવા માટે પુરતા પુરાવા એકત્ર કરશે. અમે પોલીસને તમામ પુરાવવા આપવા તૈયાર છે. અત્યારે પોલીસ અરજી લેશ અને આગળની કાર્યાવહી કરશે.’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.