અમદાવાદમાં ચલાવાયો ધનવન્તરી રથ, જેમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ જેવી સેવાઓ છે ઉપલબ્ધ.

પોસ્ટ કેવી લાગી?
 • અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારે ધનવન્તરી રથની શરૂઆત કરી છે.
 • આ દરેક રથમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
 • ધનવન્તરી રથને અમદાવાદ શહેરના 14 કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં ચલાવવામાં આવ્યા.
 • પ્રથમ તબકકામાં 50 ધનવન્તરી રથ દરેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરવામાં આવશે.
 • આ રથ દ્વારા કુલ 200 વિવિધ જગ્યા પર સેવાઓ આપવામાં આવી છે.
 • રથની સંખ્યા વધારીને 84 કરવામાં આવશે જેથી આ રથ 336 સ્થળોએ મેડિકલ સેવાઓ પહોંચાડી શકે અને લોકો એનો લાભ લઇ શકે.

 • દર્દી ધનવન્તરી રથમાં આવે ત્યારે સૌપ્રથમતેનું ટેમ્પરેચર માપવામાં આવે છે.
 • 40 વર્ષથી ઉપરના દર્દીની હીસ્ટ્રી લઇને તમામ દર્દીઓનું બ્લડ સુગર પણ લેવામાં આવે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરી ‘promobid’ કેસ થતા અટકાવી દેવામાં આવે છે.
 • ધનવન્તરી રથની મુલાકાતે આવનારનરને જરૂર જણાય તો ઓકસિમીટરનો ઉપયોગ કરી ઓક્સિજન પણ માપવામાં આવે છે.
 • આયુષ હેઠળની દવાઓ સંમસંમની વટી, હોમિયોપેથીક દવાઓ દરેક દર્દીને આપી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા આવે છે.
 • આ રથ ઉપરથી પ્રત્યેક દર્દીને જરૂરીયાત મુજબ એલોપેથી દવાઓ જેવી કે એજીથ્રોમાઇસીન, પેરાસિટામોલ, સેટ્રીજીન જેવી દવાઓ જરૂર પ્રમાણે આપવામાં આવે છે.
 • ધનવન્તરી રથનો અત્યાર સુધીમાં સરેરાશ 74 હજારથી પણ વધુ લોકોએ લાભ લીધો છે.
 • જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ અને એસ.વી.પી. હૉસ્પિટલમાં કોરોના ઓ.પી.ડી.માં દર્દીઓનો ધટાડો જોવા મળ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures