બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ દ્વારા યોજાયેલ પાટણ જિલ્લાના પ્રવાસ માં પ્રથમ ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે થી શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગ્રામજનો દ્વારા લોક નૃત્ય થી સન્માન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ આવેલ જૈન દેરાસરમાં પૂજા-અર્ચના કરી દર્શનનો લાહ્વો લીધો હતો ત્યારબાદ આવેલ ચૌધરી સમાજની વાડીમાં સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગરીબ લોકોને અનાજની કીટો આપી હતી તેમજ કોરોના કાળમાં ગરીબ દર્દીઓની સેવા કરવામાં તત્પર રહે લા ડોક્ટરોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા
ત્યારબાદ તાલુકા મથક ચાણસ્મા ખાતે હાઇવે સર્કલ પર તાલુકા ભાજપ ચાણસ્મા દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા ખાતે આવેલ નવગજા પીરના મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.