રાજકોટ જીલ્લાના ધોરાજી અખીલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન ના માર્ગે…
ભારત દેશ આઝાદ થયો ત્યારથી સમગ્ર ભારતમાં વાલ્મીકી સમાજના લોકો સફાઈ કામ સાથે જોડાયેલ છે એટલા માટે સફાઈ કામદારની ભરતીમાં પણ વાલ્મીકી સમાજનો પ્રથમ હક્ક બને છે વાલ્મીકી સમાજના લોકો પોતાની આરોગ્ય કે પરીવાર ની ચિંતા કર્યા વગર નઈ જેવા પગારમાં ધોરાજી શહેરની સફાઈ કામ કરી સેવા આપે છે. પુર હોનારત કે ધરતીકંપ હોય કે ફ્લેગ જેવી અનેક બીમારીઓ હોય વાલ્મીકી સમાજ કામ કરી રહે છે. અનેક મુદ્દાઓ જેવા કે,
વર્ષોથી ધોરાજી નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને ભરતીમાં સમાવેશ કરી કાયમી કરો.
ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ કર્મચારી ના વારસદાર ને સફાઈ કામદાર ની ભરતી મા પ્રથમ પસંદગી આપી સમાવેશ કરો.
ધોરાજી નગરપાલિકામાં રોટેશન થી ચાલતા રોજમદાર ને રેગ્યુલર રોજમદાર રાખી માટે માંગણી ના સંતોષાય…
રોસટરના નામે વાલ્મીકી કામદારો ઉપર અત્યાચાર બંધ કરો…
ગટર સફાઈ કરતી વખતે અસંખ્ય વાલ્મીકી સમાજ ના લોકો શહીદ થયા છે તો સફાઈ કામદાર ની ભરતી મા વાલ્મીકી સમાજ નો કેમ સમાવેશ નથી કરતા…
તેવા અનેક મુદ્દાઓ ને લઈને ધોરાજી આઝાદ ચોક ખાતે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા પોતાની અનેક માંગણીઓને લઈને ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવેલ છે અને આગામી દિવસોમાં કોઈ નક્કર પરિણામ નહી કરવામા આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.