The heat wave in Ahmedabad today could reach 42 degrees

Ahmedabad : ઉનાળો શરૂ થતાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો (heat wave) પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમી દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં આજે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ કારણથી હવામન વિભાગે લોકોને કામ વગર ઘરેથી બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે. જેથી લોકો બહાર નીકળતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો. કારણે કે, વધારે પડતી ગરમીના કારણે તેઓ ડિહાઈડ્રેશન તેમજ સ્ટ્રોકનો શિકાર પણ બની શકે છે.

રતીય હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લાને વધુ બે દિવસ હીટવેવનો સામનો કરવો પડશે અને દૈનિક તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરે તેવી શક્યતા છે. બુધવારે, મહત્તમ તાપમાન લગભગ 42 ડિગ્રી રહેવાની સંભાવના છે તેવો આગાહીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આગાહી અનુસાર આગામી 2-3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન વધીને 21.8 ડિગ્રી થયું હતું, જે બુધવારે 22 ડિગ્રીને સ્પર્શે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024