Diamond industry
- સુરતમાં કોરોનાના વધતા કેસના પગલે હીરા ઉધોગ (Diamond industry) ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
- સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને હીરા બજાર તથા હીરાના કારખાના બંધ કરી દેવામાં આવ્યાં છે.
- સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાના તથા મહિધરપુરા અને મિનીબજાર સહિતની હીરાની બજાર છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી બંધ છે.
- ત્યારે હીરા ઉદ્યોગ (Diamond industry) ફરી શરૂ થાય તે માટે આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને નેતાઓ તથા હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને ડાયમંડ એસોસિએશનની બેઠક યોજાઈ છે.
- આ બેઠક બાદ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, આગામી 10મી જુલાઈથી હીરાની બજાર શરૂ થશે.
- તો હીરાના કારખાના 14મી જુલાઈથી શરૂ કરાવવામાં આવશે.
- હીરા બજાર અને કારખાના માટે અલગથી ગાઈડલાઈન આપવામાં આવશે.
- આ ગાઈડલાઈનનો કડક અમલ કરવામાં આવશે.
- આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સમક્ષ કારીગરો અને ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગ (Diamond industry) શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.
- તેથી મુખ્યમંત્રીના સૂચનો અનુસાર હીરા ઉદ્યોગની બજાર 10 તારીખથી શરૂ કરવાના તથા હીરા કારખાના 14મીથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યાં છે.
- આ નિયમો 24 કલાકમાં જાહેર કરવામાં આવશે.
- સરકારની ગાઈડલાઈનનો કડકાઈથી સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે.
- હીરા ઉદ્યોગમાં સંક્રમણ ફેલાતા અને હીરા ઉદ્યોગ બંધ રહેતા બેરોજગાર બનેલા તથા બીમારીથી ડરી ગયેલા રત્નકલાકારોએ ફરીથી વતનજ સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાત તરફ હિજરત શરૂ કરી દીધી છે.
- આ ઉપરાંત બસ અને ખાનગી વાહનો દ્વારા રત્નકલાકારો રોજે રોજ પોતાના ઘરનો સામાન પેક કરીને વતન જવા મજબૂર બન્યા છે.
- તો ફરી હીરા ઉદ્યોગ શરૂ થવાના સમાચારથી બેકાર બનેલા રત્નકલાકારો સુરતમાં સ્થિર થાય તેવી આશા બંધાણી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News