- લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સરકારે ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
- કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- જો કે આ એપ્સથી ભળતી ફીચર્સવાળી એપ્લિકેશનની કમી નથી આથી ભારતને નુકસાન નથી.
- આમાં ટિકટૉક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ સહિતની મુખ્ય એપ સામેલ છે.
- ચીનના ટ્રેડર્સના હિતોને નુકસાન પહોંચાજવા આ એક મોટો નિર્ણય છે.
- આ એપ્સને હવે ભારતમાં ડાઉનલોડ અને ઉપયોગ કરી શકાશે નહીં.
- જે રીતે ભારતમાં ચીનની વિરૂદ્ધ માહોલ છે આ પ્રતિબંધ બીજા કેટલાંય સેકટરમાં પણ વધી શકે છે.
- આ નિર્ણય ચીની વેપારીઓ અને ચીન માટે ભારતની તરફથી એક અગત્યનો સંદેશ છે.
- ભારત સરકારનુ આ પગલુ ચીન પર એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક (#Digital Surgical Strike) સમાન જ છે.
- આમા ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે.
- કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
- સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે.
- આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ એ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે.
- અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.
- આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને વિભિન્ન રીતે અનેક ફરિયાદો મળી છે,
- જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત કહેવામાં આવી છે.
- આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર સ્થિત સર્વરને મોકલવામાં આવે છે.
- ભારત સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક (#Digital Surgical Strike) પહેલ કરી દીધી છે.
- ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ભારતને અસર થશે નહીં.
- જે યુઝર્સ આ એપ્સનો ઉપયોગ કરતા હતા તેમને હવે બીજો વિકલ્પ શોધવો પડશે જે માર્કેટમાં કંઇ ઓછા નથી.
- બીજું આ પ્રતિબંધને કારણે ઘણા ભારતીય ડેવલપર્સ એપ્સ બનાવવા માટે ઉત્સાહિત થશે.
- કેટલાંયે તો પોતાની એપ્સમાં ‘મેક ઇન ઇન્ડિયા’ લખવાનું પણ શરૂ કરી દીધું છે.
- સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે તથા ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય.
- જોકે પ્રતિબંધ ક્યારથી લાગુ થશે તેની સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી.
- સરકારે જણાવ્યું હતુ કે આ રીતે ભારતમાંથી માહિતી ભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે.
- સરકારે આ નિર્ણયની જાણકારી ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપી છે.
- જ્યાંથી આ 59 એપ પ્રતિબંધીત (બેન) કરવાની કાર્યવાહી થશે.
- આ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાગ્યો છે.
TikTok | Shareit |
UC Browser | Baidu map |
Clash of Kings | DU battery saver |
Likee | YouCam makeup |
CM Browers | Virus Cleaner |
Kwai | Shein |
Helo | Mi Community |
APUS Browser | ROMWE |
Club Factory | Newsdog |
Beutry Plus | |
UC News | QQ Mail |
Xender | |
QQ Music | QQ Newsfeed |
Bigo Live | SelfieCity |
Mail Master | Parallel Space |
Mi Video Call – Xiaomi | WeSync |
ES File Explorer | Viva Video – QU Video Inc |
Meitu | Vigo Video |
New Video Status | DU Recorder |
Cache Cleaner DU App studio | Vault- Hide |
DU Cleaner | DU Browser |
Hago Play With New Friends | Cam Scanner |
Clean Master – Cheetah Mobile | Wonder Camera |
Photo Wonder | QQ Player |
We Meet | Sweet Selfie |
Baidu Translate | Vmate |
QQ International | QQ Security Center |
QQ Launcher | U Video |
V fly Status Video | Mobile Legends |
DU Privacy |
- Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?
- Nirma University ના 6 વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News