પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણ જે ગુજરાત કાઉિન્સલ આેન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) , સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકારના સાહસ અંતર્ગત નિર્માણાધીન સમાલપાટીમાં કરવામાં આવી રહયું છે ત્યારે આ પ્રાદેશીક વિજ્ઞાન સંગ્રહાલયમાં આઉટ ડોર અને ઈન્ડોર ડાયનાસોરની ગેલેરી સુંદર બનાવવામાં આવી રહી છે.
ત્યારે આઉટ ડોર ડાયનાસોર ગેલેરીમાં નેચરલ જંગલનું વાતાવરણ ઉભુ કરી તેમાં સોફટવેર નાંખી ડાયનાસોરનો અવાજ અને તેની ગતિવિધિઓ કરવા તરફ પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે ઈન્ડોર ડાયનાસોર ગેલેરીમાં ડાયનાસોરના વિવિધ ભાગોના સંગ્રહની સાથે નેચરલ વાતાવરણ ઉભુ કરી ડાયનાસોરની ઉત્પત્તી માંડી તેઓના વિનાશ સુધીનું ગેલેરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહયું છે.
ત્યારે ઈન્ડોર ગેલેરીની સાથે સાથે 5D જુરાસીક અદ્યતન થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ જુરાસીક થિયેટરમાં ફાઈવ ડી ની સાથે વિધાર્થીઓ સહિત લોકોને જુરાસીક પાર્કની ઉત્પત્તીથી લઈ તેઓના વિકાસ- પ્રાણીઓ પરના અત્યાચારો- તેઓના ખોરાક સહિત ડાયનાસોરો કઈ રીતે વિનાશ પામ્યા તેની ફાઈવ ડી ફિલ્મ પણ બતાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી હોવાનું પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણના પ્રોજેક્ટ ડીરેક્ટર ડાૅ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું.
તો તેની સાથે સાથે ડાયનાસોરના આવશેસોનો પણ ઈન્ડોર ગેલેરીમાં અદ્યતન રીતે મૂકવામાં આવવાનું જણાવ્યું હતું. આમ પાટણ શહેર પાસે આવેલા સરસ્વતી સેવા સદનની સામે સમાલપાટીમાં વિકાસ પામી રહેલા પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય બનવા જઈ રહયું છે જેનો સીધો લાભ પાટણ અને પાટણની જનતા સહિત સાયન્સ વિષયરુચિ રાખતા વિધાર્થીઓને થશે.
ત્યારે તેના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિનને અનુલક્ષાીને ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ શાહુના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ડાૅ.પૂનમ ભાર્ગવ, મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી, ગુજકોસ્ટ , ડાૅ સુમિતશાસ્ત્રી પ્રોજેકટ ડીરેકટર પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણ તથા પ્રોજેકટ સાઈટ પર કાર્યરત અરુણ કુમાર , અિન્જનિયર અને જયેશ પ્રજાપતિ. મેનેજર સહિત પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના વનવીર ચૌધરી દ્વારા વૃક્ષાારોપણ કરાયું હતું.
જેમાં ૧૦રપ જેટલા રોપાઆેનું રોપણ મ્યુઝીયમના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે વિવિધ પ્રકારના રોપાઆે લાવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને મ્યુઝીયમના પ્રાંગણમાં ઉપયોગી થાય એવા ગરમાળા, ચંપા, ગુલમેહદી, સપ્ત્પ્રાણી, ગુલમહોર,પેલટા પામ, ખારેક, બામ્બુ, વડેલિયા, હમેલીયા, શતાવરી, રેફીક્સ પામ, દુરંતા,રેહીઆે વગેરે જેવા કુલ ૧પ પ્રકારના રોપાઆેનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણના પ્રોજેક્ટ ડીરેક્ટર ડાૅ.સુમિત શાસ્ત્રીએ પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલયમાં તૈયાર કરવામાં આવેલી ડાયનાસોર ઈન્ડોર અને આઉટ ગેલેરીની સાથે સાથે કરવામાં આવેલા વૃક્ષાારોપણની પણ પીટીએનને વધુ માહિતી આપી હતી.