Bhanumati Makwana

રાજયના શિક્ષણ વિભાગ દ્રારા અધવચ્ચેથી અભ્યાસ છોડી જનાર કન્યાઓ માટે રહેવા જમવાની સગવડ સાથે મોર્ડન સ્કુ્લો ચલાવવામાં આવે છે ત્યારે સરસ્વતી તાલુકાના વાગડોદ મુકામે ચાલતી મોર્ડન સ્કુલની જિલ્લા‍ પંચાયતના પ્રમુખ ભાનુમતિ મકવાણાએ ઓચિંતી મુલાકાત લીધી હતી.

શ્રીમતિ મકવાણાએ ભણતી છોકરીઓ સાથે વાતચીત કરી ગુણવત્તા સભર ભોજન મળે છે કે કેમ? તેની ચર્ચા કરી શાળાની અન્ય ભૌતિક સુવિધાઓની ચકાસણી કરેલ અને ખુટતી સુવિધાઓ માટે આચાર્ય તથા સ્ટાફનું ધ્યાન દોરી જરુરી સુચનાઓ આપેલ.

મોર્ડન સ્કુલમાં સ્ટાફની હાજરીની પણ ચકાસણી કરી હતી તેમજ વર્ગ ખંડની મુલાકાત લઇ બાળકોની અભ્યાસિક પ્રવૃતિઓની માહિતી મેળવેલ સાથે સાથે બાળકોના વાંચન, ગણન અને લેખનની પ્રત્યક્ષ રીતે અનુભુતિ કરી હતી. શાળામાં ચાલતા અભ્યાંસિક પ્રવૃતિઓની સાથે સહ અભ્યાોસિક પ્રવૃતિઓ, ખેલકુદ તેમજ બાળકોમાં રહેલી સુષુ૫ત શક્તિઓના વિકાસ માટે પ્રવૃતિઓનું આયોજન કરવા સબંધિતોને સુચના આપી હતી.