મંચિનિલ ટ્રી : આ દુનિયાનું સૌથી ખતરનાક વૃક્ષ છે. આ વૃક્ષ મધ્ય દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. મંચિનિલ વૃક્ષનું ફળ એટલું ઝેરી છે કે તેનું સેવન કરવાથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. એટલું જ નહીં, જો તમે કોઈ સલામતી વગર આ વૃક્ષની નજીક જશો, તો તમારૂ મોત થઈ શકે છે. આ કારણોસર આ વૃક્ષ ડેથ એપલ તરીકે ઓળખાય છે.

રોઝરી પી : આ વૃક્ષ દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ વૃક્ષના બીજ ખૂબ જ ખતરનાક છે. જો તમે તેને તોડવાનો અથવા ચાવવાનો પ્રયાસ કરો છો, તો તમે એક ક્ષણમાં મૃત્યુ પામી શકો છો. આ બીજની અંદર એબ્રિન જોવા મળે છે, જેનું માત્ર 3 માઇક્રોગ્રામ ઝેર કોઇપણ વ્યક્તિને મારી શકે છે.

જાયન્ટ હોગવીડ : આ પ્લાન્ટ બ્રિટનમાં જોવા મળે છે. છોડના સફેદ ફૂલો દેખાવમાં ખૂબ સુંદર છે. આ ફૂલો દેખાવમાં જેટલા સુંદર છે તેટલા જ ખતરનાક પણ છે. આ ફૂલના સેવનને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, જો આ ફૂલો આંખોના સંપર્કમાં આવે તો વ્યક્તિ અંધ પણ બની શકે છે.

સરબેરા ઓડોલામ : આ છોડ સ્યૂસાઈડ ટ્રી તરીકે ઓળખાય છે. ઘણીવાર લોકો આ છોડનો ઉપયોગ લોકોને મારવા માટે કરે છે. તેની ખાસ વાત એ છે કે તે સરળતાથી વૈજ્ઞાનિકોની ચકાસણીમાં આવતુ નથી. ઘણા ગુનેગારો આ ઝેરનો ઉપયોગ હત્યા કરવા માટે કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024