મશીન આપણી જીંદગીનું એક મહત્વનું ભાગ બની ગયું છે. ઘણા ફાયદા પણ છે. ATM એ આપણી સાથે કેશ રાખવાની જરૂરિયાતને પૂરી કરી દીધી છે.
ATM મશીનથી તમે કેશ બહાર કાઢો છો તેમાં એક જાહેર ટોયલેટથી પણ વધુ જીવાણુ હોય છે. ભલે તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો. પરંતુ તાજેતરમાં જ થયેલ એક સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો.
બ્રિટનના સંશોધકોએ આ સંશોધન માટે, ટોયલેટ સીટ અને એટીએમ મશીનની કી-પૅડ્સના નમૂના લીધા અને તે બંનેમાં બેક્ટેરિયાની તપાસ કરી. બન્નેમાં સમાન પ્રમાણમાં આવા જોખમી બેક્ટેરિયા જોવા મળ્યા છે જેનાથી ડાયરીયા જેવી જોખમી બીમારી થાય છે.
મશીનમાં તે જ બેક્ટેરિયા હોય છે જે જેટલા કે ટોયલેટ સીટ પર. આ બેક્ટેરિયા તમારા આરોગ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ એટીએમ મશીનની કી-પૅડ્સની તપાસ કરી છે જેનાથી આ વાત સામે આવી છે કે તેમાં હાજર બેક્ટેરિયા તમને ખરાબ રીતે બીમાર કરી શકે છે.
માઇક્રોબાયોલોજિસ્ટ રિચાર્ડ હેસિંગે જણાવ્યું હતું કે સંશોધનના પરિણામો જોઈ તેમના હોંશ ઉડી ગયા.
માહિતી મળી કે, એટીએમ મશીન અને ટોયલેટ સીટ પર બેક્ટેરિયાની તુલના કરવાવાળું આ સંશોધન એક એન્ટિબૅક્ટરીયલ પ્રોડક્ટ્સ વેચાણ કરનાર એક કંપની ‘બાયોકોટ’ એ કરાવી હતી.