શું તમે જાણો છો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો?

પોસ્ટ કેવી લાગી?

દરેક દેશોની ઓળખ સમાન રાષ્ટ્રધ્વજનો આગવો ઇતિહાસ હોય છે. આપણાં રાષ્ટ્રીય તિરંગાને ફરકાવતી વખતે એક ભારતીય તરીકે શાન જાળવવાંની આપણી ફરજ છે. રાષ્ટ્રધ્વજ તમામ સરકારી કચેરી, ઓલિમ્પિક રમતોત્સવ, કોમનવેલ્થ – એશિયન ગેમ્સ દરમિયાન આપણાં રમતવીરો તિરંગાને સાથે રાખીને પરેડમાં ભાગ લેતા હોય છે. એ સિવાય દેશની બહાર એન્ટાર્કટિકા ખાતે આપણાં વૈજ્ઞાનિકો મૈત્રી અને ગંગોત્રી નામની છાવણી ઉપર હંમેશા રાષ્ટ્રધ્વજ ફરકતો રાખે છે.

આપણે હંમેશા ગૌરવ અનૂભવીએ છીએ એ આપણી સરહદનું જાનનાં જોખમે રક્ષણ કરનારાં જાંબાઝ સૈનિકો રાષ્ટ્રધ્વજ પાછળ જાન આપી દેતાં અચકાતાં નથી તો આપણી ફરજ છે તિરંગાનું ગૌરવ જાળવવાની.

જાહેરાત

જો આપણે સાચાં રાષ્ટ્રવાદી હોઈએ તો ધ્વજ ફરકાવવાનાં નીતિ નિયમો જાણી લઇ એનો ચૂસ્ત અમલ કરીએ.
તો જાણી લો શું છે એ નિયમો.

  • તિરંગાનો સ્તંભ સીધો મતલબ વળેલો ન હોવો જોઈએ.
  • રાષ્ટ્રીય ધ્વજ ફાટેલો ન હોવો જોઈએ.
  • વરસાદમાં ધ્વજ ફરકાવી ન શકાય.
  • અડધી કાઠીએ ધ્વજ ફરકાવવો ગંભીર ગુનો બને છે. ધ્વજ સ્તંભની ટોચે વ્યવસ્થિત ફરકાવવો જરુરી છે.
  • સંધ્યાકાળે ધ્વજ ફરકાવી શકાતો નથી અને સન્માનપૂર્વક ઉતારી ગડી વાળીને મૂકી દેવો જોઈએ.
  • કલર ઝાંખો થઈ ગયો હોય એવો ધ્વજ ફરકાવી ન શકાય.
  • ગડી વાળતી વખતે ધ્વજમાં ફુલો મૂકવાં નહીં.
  • કેસરી રંગ ઉપર તરફ, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ આવે એ રીતે ધ્વજ ફરકાવવો. મતલબ કે, ધ્વજ ઉંધો ફરકાવવો નહીં. ભૂલેચૂકે એમાં ગફલત કરી તો સજાપાત્ર ગૂનો બને છે.
  • કાગળ કે પ્લાસ્ટિકનાં ધ્વજ ગમે ત્યાં ફેંકશો નહીં. એનો યોગ્ય નિકાલ કરો.
  • વાહનો ઉપર ઝંડો ફરકાવો તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, સંધ્યા પહેલા ઉતારી નાખો બલ્કે ફાટી જાય ત્યાં સુધી બાંધી રાખશો નહીં.

શું રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાની આપણી ફરજ નથી ?
આપણાં દેશનાં સત્તાધિશો કે નાગરિકો ઘણીવાર રાષ્ટ્રધ્વજનું સન્માન કરવામાં ગાફેલ રહે છે. આપણે આવું અનુભવતા હોઇએ છીએ. ઘણી વખત મિડીયા મારફતે પણ આવાં સમાચાર મળ્યા કરે છે. સાચો દેશભક્ત આવું કરે નહીં. વાહનો પર લગાડવામાં આવતાં રાષ્ટ્રધ્વજ સમય વિત્યા પછી ઉતરાવી લેવાની સત્તાવાળાઓની- પોલીસતંત્રની ફરજ છે. એ ફરજ બજાવવામાં બેદરકારી બતાવનાર તંત્ર દેશનો ગુનેગાર ગણાય.

રાષ્ટ્રધ્વજ આપણાં દેશનું ગૌરવ છે. બીજા દેશનાં નાગરિકો પણ પોતાનાં ઝંડાનું જતન કરતાં હોય છે તો આપણે પણ આપણાં ધ્વજનું ગૌરવ વધારીએ.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan