• અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે શહેરનાં રૂપરંગ બદલાઇ રહ્યાં છે. તો બીજી બાજુ સુરક્ષા પણ સઘન બનાવવાની તૈયારીઓ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે અમદાવાદ આવવાનાં છે. જે માટે 22 ફેબ્રુઆરીથી જ સમગ્ર રૂટ પર સલામતીનાં કારણોસર બંન્ને મહાનુભાવો પોતાના કાફલા સાખે હવાઈ માર્ગે ચાલ્યા જશે ત્યાં સુધી સમગ્ર રૂટ પર કડક તપાસ કરાશે. જેના કારણે આ તારીખોમાં જેના ઘરે લગ્ન પ્રસંગો હશે તેમને પણ આ તપાસની અસર થઇ શકે છે જેથી તેઓ પણ આ અંગે તૈયાર રહે.
  • ઈન્દિરા સર્કલથી તપોવન સર્કલ સુધી તેમજ કોબા સર્કલથી ડાબી બાજુએ મોટેરા સુધી,ચાંદખેડા રીંગરોડ, ઝુંડાલ, ત્રાગડ સુધીના વિસ્તારમાં અનેક સંખ્યામાં પાર્ટી પ્લોટો અને હોલ આવેલા છે. જેની પર સુરક્ષાને કારણે તપાસ થઇ શકે છે. આ લગ્નોની તારીખ પહેલેથી નક્કી થયેલી હોય એટલે આ તારીખોમાં ફેરફાર મોટાભાગે શક્ય ન હોય. આ સાથે આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક રહીશોને પણ રસ્તા બંધ થઈ જવાથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મહત્વનું છે કે, એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી પાછા મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રમ્પ રોડ શૉ કરતા કરતા જ જશે અને આવશે. આ દરમિયાન 10 હજાર પોલીસ જવાન રસ્તાની બંને તરફ સુરક્ષામાં તહેનાત રહેશે. 50 હજાર લોકો પણ એ વખતે ત્યાં હાજર રહેશે.
  • ટ્રમ્પની 150 મિનિટની મુલાકાત સમયે 25 હજાર જવાન તૈનાત રહેશે. તેમાં 65 એસીપી , 200 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર સહિત 12 હજાર સિટી પોલીસ અને સાથે એનએસજી, સેન્ટ્રલ ફોર્સ, એસપીજી, એલઆરડી, એસઆરપીએફ અને સીઆરપીએફ જવાનો સામેલ હશે.
  • ચીનના પ્રમુખ, જાપાન અને ઈઝરાયેલના વડાપ્રધાનો માટે પણ આવી સુરક્ષા વ્યવસ્થા ન હતી. રોડ શૉનાં 22 કિ.મી.ના રસ્તામાં ચેકિંગ માટે 7 ટીમ હશે. રોડ શૉ અને સ્ટેડિયમમાં આયોજિત મેગા શૉમાં જનારાની 120 ડોર ફ્રેમ, 240 મેટલ ડિટેક્ટર થકી તપાસ થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024