- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસે આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ તેઓ સીધી અમદાવાદ આવશે અને ભવ્ય રોડ શૉ યોજીને મોટેરા સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ લોકોને સંબોધિત કરશે. ‘નમસ્તે ટ્રમ્પ’ નામના આ કાર્યક્રમ માટે અમદાવાદ ઉપરાંત સમગ્ર દેશમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરી એકવાર નરેન્દ્ર મોદી અને તેમની મિત્રતાની વાત કરી છે પરંતુ ભારત સાથે હાલમાં ટ્રેડ ડીલ નહીં કરવાની સ્પષ્ટ વાત કહી છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલા પોતાના નિવેદનમાં ભારત-અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલની શક્યતાઓને ઇન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું કે પીએમ મોદીને તેઓ ખરેખર ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ ટ્રેડ ડીલ નહીં કરી શકે અને ભવિષ્યમાં તેની પર વિચાર કરશે. નોંધનીય છે કે ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકા સાથે વેપારમાં કોઈ સારો વ્યવહાર નથી કર્યો.
- હું પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું,ડોનાલ્ડ ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હું પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું. તેઓએ મને કહ્યું છે કે અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો અમારું અભિવાદન કરશે. આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. હું આ આયોજનને લઈ ખૂબ જ ઉત્સાહિત છું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News