- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મલેનિયા ટ્રમ્પની સાથે પહેલીવાર ભારત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતમાં રહેશે. આ દરમિયાન તેલંગાનાના એક યુવાને પોતાને ડોનાલ્ડ ટ્રમ્પનો સુપર ફેન ગણાવતાં કેન્દ્ર સરકારને તેમને મળવાની ઈચ્છા જાહેર કરી છે. તેલંગાનાના કોન્નેના રહેવાસી બુસા કૃષ્ણા ટ્રમ્પના એ હદના પ્રશંસક છે કે તેઓ સવાર-સાંજ તેમની પૂજા કરે છે. કૃષ્ણા કહે છે કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી જ આસ્થા રાખું છું જેવી મારો પરિવાર ભગવાન શિવ પ્રત્યે આસ્થા રાખે છે.
- ટ્રમ્પ પ્રત્યે પોતાના પ્રેમ વિશે બુસા કૃષ્ણાએ જણાવ્યું કે, ચાર વર્ષ પહેલા ટ્રમ્પ મારા સપનામાં આવ્યા હતા, ત્યારબાદથી હું દરરોજ તેમની પૂજા કરું છું. કૃષ્ણાએ વધુમાં જણાવ્યું હતું કે, સપનામાં ટ્રમ્પ આવ્યા બાદ મારી કિસ્મત ચમકી ગઈ. મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ ખૂબ સારો ચાલવા લાગ્યો.કૃષ્ણાએ કહ્યું કે, ટ્રમ્પ પ્રત્યે મારો પ્રેમ ધીમે-ધીમે આસ્થાનમાં ફેરવાઈ ગયો. તેનાથી મને ખુશી મળવા લાગી. એવામાં ભગવાનની પ્રાર્થના કરવાને બદલે હું ટ્રમ્પની પ્રાર્થના કરવા લાગ્યો.
- કૃષ્ણા કોન્ને સ્થિત જનગાંવનો રહેવાસી છે. તેણે ઘરના આંગણાંમાં જ ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફુટ ઊંચી પ્રતિમા બનાવડાવી છે, જ્યાં રોજ દૂધનો અભિષેક પણ કરે છે. આ પ્રતિમા તેણે ગયા વર્ષે 14 જૂને ટ્રમ્પના જન્મદિવસે સ્થાપી હતી. બીજી તરફ ઘરની દીવાલો પર ટ્રમ્પનું નામ લખેલું છે.
- કૃષ્ણા કહે છે કે, ટ્રમ્પ ખૂબ જ સાહસી નેતા છે. પોતાના દેશની ભલાઈ માટે તેઓ બધું કરવા તૈયાર રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News