Gujarat
ગુજરાત (Gujarat) આરોગ્ય વિભાગે કોરોનાની રસીના વિતરણ બાબતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી રાજ્યભરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સર્વે માટે ટીમોની રચના પણ કરી દેવામાં આવી છે. 14 ડિસેમ્બર સુધી અલગ અલગ ટીમો ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરશે. સર્વેમાં મતદાર યાદીના આધારે ડેટા તૈયાર કરાશે.
આ ઉપરાંત સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસી માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથે ગાંધીનગરમાં યોજાયેલ ઉચ્ચસ્તરિય બેઠકમાં ડોર ટુ ડોર સર્વે કરવાનો નિર્ણય કરાયો હતો.
આ પણ જુઓ : પતિની હાજરીમાં 17 જણે મહિલા સાથે ગેંગરેપ કર્યો
રસીના વિતરણ માટેના ડેટાબેઝ તૈયાર કરવા માટે કો-વિમ નામનુ આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આ પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે. રસી લેનારનું નામ, રસી આપનારાનું નામ, ડોઝ આપ્યાની તારીખ, ડોઝનો સ્ટોક સહિત સમગ્ર માહિતી આ પ્લેટફોર્મ પર રહેશે. ઉપરાંત સર્વે કર્યા બાદ આઇટી પ્લેટફોર્મ મારફતે લોકોને મેસેજ કરી જાણ કરવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.