Dowry

Dowry

  • અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
  • મૂળ રાજસ્થાનનો આ પરિવાર દહેજ (Dowry) ભૂખ્યો હોવાથી પરિણીતાને ત્રાસ આપતો હતો.
  • જો કે, લાખો રૂપિયા દહેજ (Dowry) મળ્યું હોવા છતાં પતિ વધુ રૂપિયાની લાલચમાં આવી ગયો હતો.
  • એટલું જ નહિ પણ પતિએ સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવા પત્ની ચારિત્ર્યહીન હોવાનું સાબિત કરવા માટે કાગળમાં લખાણ કરાવી લીધું હતું
  • બાપુનગરમાં પોતાના માતાપિતાના ઘરે રહેતી 33 વર્ષીય મહિલાના વર્ષ 2006માં રાજસ્થાનના ઉદેપુરના કેસરિયાજી ખાતે એક પરિવારમાં લગ્ન થયા હતા.
  • અત્યારે તેને સંતાનમાં 14 વર્ષનો પુત્ર અને 10 વર્ષની પુત્રી છે.
  • પુત્ર તેના પિતા સાથે જ્યારે પુત્રી આ મહિલા સાથે રહે છે.
  • લગ્ન બાદથી જ સાસરિયાઓએ મહિલા પાસેથી દહેજ (Dowry) ની માંગ કરતા હતા.
  • કાંઈનું કઈ બહાનું કરીને વાત દહેજ પર લાવી તેને ત્રાસ આપતા હતા.
  • એટલું જ નહિ પણ મહિલા વિશે ખરાબ બોલી પુત્રની કાનભંભેરણી કરીને તેને તેનાથી દૂર કરી દીધો હતો.
  • થોડા સમય બાદ મહિલાએ પુત્રીને જન્મ આપતા તેના લગ્નમાં વ્યવહારો કોણ કરશે તેમ કહી મહિલા પર ત્રાસ ગુજારતા હતા.
  • તો મહિલાએ કંટાળીને પિયરમાં આ હકીકતો જણાવી હતી.
  • જેથી મહિલાના પિતાએ બે વાર ત્રણ લાખ રૂપિયા એમ કુલ છ લાખ મોકલ્યા હતા.
  • તથા આટલા દહેજથી સંતોષ ન થતા પરિણીતાના પતિએ વધુ રૂપિયાની લાલચમાં આવીને પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાનું એક કાગળ પર લખાવી લીધું હતું.
  • ત્યારબાદ આ વાત મહિલાના પિયરમાં જઈને કરી હતી અને મહિલાને ચારિત્ર્યહીન હોવાનું કહીને બદનામ કરી હતી.
  • તેમજ જો મહિલાને સાસરે રાખવી હોય તો વધુ રૂપિયાની માંગણી કરી હતી.
  • છેવટે સાસરિયાના ત્રાસથી કંટાળીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow