draft code on wages

  • સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર યથાવત છે.
  • તો આ ભયંકર વાયરસનાં પગલે લગાવવામાં આવેલા લૉકડાઉનનાં કારણે અનેક લોકોના રોજગાર જતા રહ્યા છે.
  • તેમજ કેટલીક જગ્યાએ પગારમાં પણ કાપ કરી નાખ્યો છે.
  • હવે સરકારે મજૂર કાયદાને લઇને સારા સમાચાર આપ્યા છે.
  • વિરોધ પક્ષ દ્વારા મજૂર કાયદામાં ફેરફારનાં કારણે સરકારની આલોચના કરવામાં આવતી હતી.
  • તો હવે કેન્દ્ર સરકારે મજૂરોના ન્યૂનતમ વેતન નક્કી કરવા માટે વધુ કડક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી છે.
  • સરકારે ડ્રાફ્ટ કોડ ઓન વેજ (Draft code on wages) સેન્ટ્રલ રૂલ્સ માટે ગેજેટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
  • જો કે, સંસદમાં એક વર્ષ પહલા જ કોડ ઓન વેજીઝ (Draft code on wages) બિલ પસાર થઈ ચુક્યું છે.
  • સરકારનો દાવો છે કે તેમાં ન ફક્ત લોકોની આજીવિકા પરંતુ તેમના વધુ સારા જીવનનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.
  • ફોર્મેટ મુજબ ન્યુનતમ વેતન નક્કી કરવાના અધિકાર કેન્દ્ર અને રાજ્ય સરકારોની પાસે હશે.
  • તથા શ્રમ સુધારોની હેઠળ સરકારે ચાર લેબર કોડ તૈયાર કર્યા છે.
  • તો જેમાંથી પહેલા ન્યૂનતમ વેતનનો અધિકાર જ છે.
  • કોરોના સંકટની વચ્ચે હાલમાં કોઈ રાજ્ય સરકારોએ શ્રમ કાયદાને ઈન્ડસ્ટ્રીના પક્ષમાં લાવી દીધા છે.
  • તેના કારણે ટ્રેડ યુનિયન્સ તેમની આલોચના કરી રહ્યા છે તથા કેન્દ્ર સરકારની છબિ પર પણ અસર પડી છે.
  • પહેલાથી વિપરીત Draft code on wages (ડ્રાફ્ટ કોડ ઓન વેજ) આ ડ્રાફ્ટમાં એક મોટો બદલાવ એ છે કે એમ્પલોયરને દરેક કર્મચારીઓને સેલરી સ્લિપ આપવી પડશે, તે ફિઝિકલ સ્વરૂપે હોય કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપવી પડશે.
  • નોંધનીય છે કે તેનાથી પારદર્શિતા વધશે અને કામદારોનો ત્રાસ ઓછો થશે.
  • સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચન મુજબ આમાં 123ની રીતે શામેલ કરવામાં આવ્યું છે.
  • આ શ્રેણીમાં લોડર, અનલોડર, લાકડા કાપવાવાળા, ઓફિસ બોય, પ્યુન, ક્લીનર, ચોકીદાર, સ્વીપર, એટેન્ડેંન્ટ, બેલદાર વગેરે કામદારો આ શ્રેણીમાં શામેલ છે.
  • અર્ધ કુશલ કર્મચારીઓમાં 127 વર્ગને શામેલ કરવામાં આવ્યા છે.
  • જેમાં રસોયા, બટલર, ખલાસી, ધોબી, જમાદાર વગેરે શામેલ છે.
  • તો કુશલ શ્રેણીમાં મુંન્શી, ટાઈપિસ્ટ, બુકકિપર, લાઈબ્રેરિયન, હિન્દી અનુવાદક, ડેટા ઓપરેટર વગેરે શામેલ છે.
  • આ ઉપરાંત ઉચ્ચ કુશલ કર્મચારીઓની પણ એક શ્રેણી છે, જેમાં આર્મર્ડ સિક્યોરીટી ગાર્ડ, હેડ મેકૈનિક્સ, કમ્પાઉન્ડર, સુવર્ણકાર વગેરે શામેલ છે.
  • ફોર્મેટ અનુસાર લઘુત્તમ વેતન નક્કી કરવામાં પરિવારને આધાર બનાવામાં આવશે.
  • એવું માનવામાં આવ્યું છે કે એક સ્ટાન્ડર્ડ વર્કિંગ ક્લાસ પરિવારમાં જો કર્મચારી ઉપરાંત તેની પત્ની અને બે બાળકો હોય તો તેમ કુલ ત્રણ વયસ્ક લોકો બરાબર ભોજન કરી શકે અને પ્રત્યેક વ્યક્તિને ઓછામાં ઓછી 2700 કેલરી પ્રતિ દિન મળવી જોઇએ.
  • આ રીતે આ પરિવારને દરરોજ આશરે 66 મીટર કપડાની જરૂર પડે છે.
  • તેના રૂમનું ભાડુ, ભોજન અને કપડાનો કુલ ખર્ચ આશરે 10 ટકા હશે.
  • તેનો ઇંધણ ખર્ચ, વીજળીનું બિલ તથા અન્ય ખર્ચા લઘુત્તમ વેતનના આશરે 20 ટકા હોઇ શકે છે.
  • આ ઉપરાંત બાળકોનો અભ્યાસ, ચિકિત્સા જરૂરિયાત, મનોરંજન, આકસ્મિક ખર્ચા વગેરેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
  • આ નવા ફોર્મેટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય કામકાજના દિવસોમાં કોઇ કર્મચારીને ફક્ત 8 કલાક કામ કરવાનું રહેશે.
  • તેને એક કે તેથી વધુ વખત બ્રેક પણ મળશે. તે કુલ એક કલાકનો હશે.
  • આ રીતે અઠવાડિયામાં એક દિવસ સાપ્તાહિક રજા રહેશે.
  • મહત્વનુ છે કે ઘણી રાજ્ય સરકારએ કોરોના સંકટ વચ્ચે કામના કલાક વધારીને 12 કરી દીધાં છે.
  • તેની ઘણી આલોચના પણ થઇ રહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024