PIA

  • અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું કે અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ને પરમિશન આપવા સંબંધિત નિર્ણય બદલી નાખ્યો છે.
  • તે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. 
  • તો અમેરિકાએ તેની પાછળ પાકિસ્તાની પાઈલટ્સના સર્ટિફિકેટ્સને લઈને ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ચિંતાઓનો હવાલો આપ્યો છે.
  • અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પોતાના અનેક પાઈલટો પર રોક લગાવી ચૂક્યું છે.
  • ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા પાઈલટને નકલી લાઈસન્સના પગલે હટાવ્યો હતો. 
  • આ બાજુ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પીઆઈએ (PIA) ના ઓથોરાઈઝેશનને સસ્પેન્ડ કર્યા છે.
  • આ રોક 6 મહિના માટે લગાવવામાં આવી ચે.
  • પાકિસ્તાનની જિયો ન્યૂઝે કહ્યું કે PIA એ અમેરિકાના પ્રતિબંધની પુષ્ટિ કરી છે.
  • PIA એ જણાવ્યું કે એરલાઈન્સને લઈને જે જરૂરી સુધારાની જરૂર છે તેના પર તેઓ કામ કરશે. 
  • ઉપરાંત પાકિસ્તાને એવા પાઈલટ્સ કે જેમના લાઈસન્સ અને ક્વોલિફિકેશન્સને લઈને ખોટી જાણકારીઓએ અપાયેલી છે તેમની તપાસ એક વિમાન અકસ્માત બાદ શરૂ કરી હતી.
  • આ વર્ષે મે મહિનામાં એક પીઆઈએ (PIA) જેટ ક્રેશ થયું હતું.
  • તો આ ફ્લાઈટમાં 97 લોકોના મોત થયા હતાં. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024