DRDO hypersonic vehicle

DRDO

DRDO એ સફળતાપૂર્વક Hypersonic Technology Demonstrator Vehicle (HSTDV)નો ફ્લાઈટ ટેસ્ટ કર્યો છે. આ એક ટેક્નોલોજી છે જેનો ઉપયોગ હાઈપરસોનિક અને  ક્રૂઝ મિસાઈલોના લોન્ચમાં કરી શકાય છે. તેમજ આ હાઈટેક એરક્રાફ્ટ દેશમાં જ વિક્સિત કરાયું છે. HSTDVના સફળ પરીક્ષણ રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું છે. 

ડીઆરડીઓએ પોતાના આ મિશનને ઐતિહાસિક ગણાવ્યું છે. DRDOએ ટ્વિટ કરીને કહ્યું કે આ મિશનની સાથે જ એ સાબિત થઈ ગયું છે કે DRDO હાઈલી કોમ્પલેક્સ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરી શકે છે. આ ઔદ્યોગિક જગતની સાથે આગામી પેઢીના હાઈપરસોનિક વાહનોના નિર્માણનો રસ્તો ખોલનારું છે. 

આ પણ જુઓ : રોલર કોસ્ટર અધવચ્ચે અટકી જતા 197 ફૂટ ઊંચે લોકો ઊંધા લટકી રહ્યા

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે DRDOએ આજે સ્વદેશી રીતે વિક્સિત સ્કેમજેટ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સફળતાની સાથે તમામ મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓ હવે આગામી તબક્કાની પ્રગતિ માટે સ્થાપિત થઈ ગઈ છે.

આ પણ જુઓ : શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ -પીએમ મોદી

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024