શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ -પીએમ મોદી

New Education Policy

New Education Policy

સરકાર તરફથી નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી છે, જેની પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે. આ કડીમાં સોમવારે રાષ્ર્મપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ (New Education Policy) પર આયોજિત રાજ્યપાલોની કોન્ફરન્સને સંબોધિત કરી. 

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી પૂરું કરી શકાશે. પીએમે કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ.

આ પણ જુઓ : PUBG ન રમી શકવાને કારણે આઈટીઆઈ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

આ પણ જુઓ : રોલર કોસ્ટર અધવચ્ચે અટકી જતા 197 ફૂટ ઊંચે લોકો ઊંધા લટકી રહ્યા

પીએમએ કહ્યું કે, શિક્ષણ નીતિ દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું ખૂબ અગત્યનું માધ્યમ હોય છે. તેનાથી તમામ લોકો જોડાયેલા હોય છે. શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ. શિક્ષણ નીતિથી શિક્ષક, માતા-પિતા, સ્ટુડન્ટ્સ જેટલા વધુ જોડાયેલા હશે તેટલું જ વધુ પ્રાસંગિક હશે. પાંચ વર્ષથી દેશભરના લોકોએ પોતાના સૂચનો અને ભલામણી આપી. ડ્રાફ્ટ પર બે લાખથી વધુ લોકોએ પોતાની ભલામણો આપી હતી. તમામે તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. વ્યાપક વિવિધતાઓના મંથનથી અમૃત મળે છે, તેથી ચારે તરફથી તેનું સ્વાગત થઈ રહ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here