DRDO

DRDO

DRDO એ શુક્રવારે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટે પાયે બનાવવાના કાર્યનો આરંભ કર્યો હતો. એ પોતે તૈયાર કરેલી તમામ વિગતો ધ ડાયરેક્ટોરેટ ઑફ ક્વોલિટી એસ્યોરન્સ (DGQA)ને મોકલી આપી હતી. દેશના સંરક્ષણ માટે બનતી તમામ ચીજોની ગુણવત્તા ચકાસવાનું કામ DGQA કરે છે. જેથી નવું શસ્ત્રાસ્ત્ર બનાવવા અગાઉ એની સંપૂર્ણ વિગતો DGQAને મોકલવી જરૂરી હોય છે. આ વિગતોમાં પિનાકા મિસાઇલ, મિસાઇલ લોન્ચર્સ, બેટરી કમાન્ડ પોસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

તાજેતરમાં DRDOએ મહારાષ્ટ્રના અહમદનગર વિસ્તારની ફાયરીંગ રેંજમાં લેઝર સંચાલિત એક એન્ટી ટેન્ક મિસાઇલનો સફળ અખતરો કર્યો હતો. અહમદનગરમાં આવેલા આર્મ્ડ કોર સેન્ટર એન્જ સ્કૂલની કેકે રેંજમાં ચાલુ માસની 23મીએ અર્જુન ટેંક વડે આ એન્ટી ટેન્ક મિસાઇલનો પ્રયોગ કરાયો હતો. આ મિસાઇલ ચાર કિલોમીટર દૂરના ટાર્ગેટને વીંધી શકે છે.

આ પણ જુઓ : યૂક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતા 22ના ઘટનાસ્થળે મોત, 6 લાપતા

અર્જુન ટેંક પણ DRDO દ્વારા બનાવવામાં આવી હતી. એ મુખ્ય લડાયક ટેંક ગણાય છે. ભારતીય લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે લેઝ સંચાલિત એન્ટી ટેંક મિસાઇલથી લશ્કરની યુદ્ધ શક્તિમાં સારો એવો વધારો થઇ શકે છે.

પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે જેની રેંજ સાડા સાડત્રીસ કિલોમીટરની છે. પિનાકા રૉકેટ્સ મલ્ટિ બેરલ રૉકેટ લોન્ચર્સ દ્વારા છોડવામાં આવે છે. માત્ર 44 સેકંડમાં આ રૉકેટ લોન્ચર 12 રૉકેટ્સ છોડી શકે છે .

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024