Dream 11: IPL 2020 માટે ચાઇનીઝ કંપની VIVOના સ્થાને નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોના સીઝન 13માંથી હટ્યા બાદ Dream 11ને આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. Dream 11 એ 222 કરોડ રૂપિયામાં IPL 2020 સીઝન માટે સ્પોન્સરશિપના રાઇટ્સ ખરીદ્યા છે.
Dream11 wins IPL 2020 title sponsorship for Rs 222 crores: IPL Chairman Brijesh Patel
— ANI (@ANI) August 18, 2020
નોંધનીય છે કે, આ પહેલા VIVO આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતી, પંરતુ ભારત અને ચીનની વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવીને બહાર કરી દીધી હતી. વીવોએ વર્ષ 2018માં 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.