Driver died of heart attack in moving vehicle in Patan

Patan : પાટણ જિલ્લાના શંખેશ્વર બોલેરા રોડ પર દુધ સાગર ડેરીના ડ્રાયવરને ચાલુ ગાડીમાં અટેક આવતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું, નોંધનીય છે કે ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ટેમ્પો સાઈડમાં કરી દીધો હતો અને નીચે ઉતરતા જ ઢળી પડ્યો હતો. જેથી 108 મારફતે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા હાજર ડોકટરે ડ્રાઈવરનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.

દેશભરમાં એટક (Heart Attack)આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા રાધનપુરના એસ ટી ડ્રાઇવરને ચાલુ બસે અટેક આવતા તેનું મોત થયું હતું, ત્યારે આજે મહેસાણા દુધ સાગર ડેરીની ગાડી લઈ હારીજ ખાતે દુધ પહોંચાડનાર ગાડીના ડ્રાયવર અબ્દુલભાઈ રજ્જાક અબ્બાસ ભાઈ બેલીમને ચાલુ ગાડીમાં એટેક આવ્યો હતો. જોકે, સમય સુચકતા વાપરી પોતાનું વાહન સાઈડમાં કરી દીધું હતું, પરંતુ નીચે ઉતરતાની સાથે જ ઢળી પડ્યા હતા. ત્યારે ગાડીના ડ્રાઇવરને 108 મારફતે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. જોકે, ત્યા હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડ્રાઇવરનું એટકથી મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. 

તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રકારના બનાવોનું કારણ શોધવા માટે નિષ્ણાંતોની ટીમની રચના કરી છે. કોરોના પછી હૃદયરોગના હુમલાઓમાં વધારા માટે કોિવડ માટે લેવામાં આવેલી દવાઓ અને રસી તો જવાબદાર નથી એ પણ તપાસવામાં આવશે. લૉકડાઉનમાં ખાણીપીણી, રહેણીકરણીમાં આવેલા ફેરફારથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં પહેલીવાર હૃદયરોગના હુમલાઓના કારણોનો વ્યાપક સ્તરે અભ્યાસ કરવામાં આવશે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024