મહેસાણા દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. દૂધસાગર ડેરીને મિલ્ક માકેટિંગ ફેડરેશન દ્વારા હિમાચલ અને હરિયાણા માં પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી આપવામાં આવી છે.
હાલમાં હિમાચલ પ્રદેશમાં ડેરી ઉદ્યોગનો વિકાસ નહિવત જેવો છે. જેથી દૂધસાગર ડેરી, મહેસાણા દ્વારા હિમાચલના પહાડી વિસ્તારમાં પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. પહાડી વિસ્તારમાં દૂધ એકત્રીકરણ અને દૂધસાગર ની વિવિધ બ્રાન્ડ નું ઉત્પાદન પણ કરવામાં આવશે.
જેના માટે આગામી સમયગાળામાં પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલે કે હવે, દિલ્હી બાદ દૂધસાગર ડેરી હિમાચલ પ્રદેશમાં પણ પોતાનો પ્લાન્ટ સ્થાપવાનું દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું.