પાટણ : કેનાલ પરનો પુલ તોડવા મામલે ચીફ ઓફીસર પર હુમલાનો પ્રયાસ

Patan
- Advertisement -

This browser does not support the video element.

Patan

પાટણ (Patan)માં ભારે વરસાદના કારણે આનંદ સરોવર ઓવેર ફલૉ થયું હતું. પાટણ (Patan)માં આનંદ સરોવર કેનાલ પર વ્રજભૂમિ ટેનામેન્ટ પાસે બનાવેલા પુલ તોડવા મામલે ચીફ ઓફિસર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ટેનામેન્ટમાં રહેતા 5 શખ્સો સહિત 20 થી 30 માણસોના ટોળાએ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પર ઉશ્કેરાઇ અપશબ્દો બોલી ઝપાઝપી કરી તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલુંજ નહિ પથ્થરો અને અન્ય વસ્તુથી પાલિકાની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો.

આ પણ જુઓ : Red corner notice : નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી

સોમવારે સાંજે ચીફ ઓફિસર પાંચાભાઇ માળી પુલ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ગયા હતા. પરંતુ સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરતા કાર્યવાહી સ્થગિત રાખી હતી. પોલીસ સ્થળ પરથી ગયા બાદ ચીફ ઓફિસર સોસાયટીઓમાંથી ક્યાંથી રસ્તો નીકળી શકે છે તેના સર્વે માટે વ્રજભૂમિ સોસાયટીમાં ગયા હતા.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : પુલવામા કેસમાં NIAએ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી

સોસાયટીના સર્વે દરમિયાન સોસાયટીના રહીશો અંદાજિત 20 થી 30 માણસોએ એકબીજાને ઉશ્કેરી ચીફ ઓફિસરને અપશબ્દો બોલી ઝપાઝપી અને ધક્કામુક્કી કરી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.