Rojgar Setu Application

Rojgar Setu Application

ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રાજ્યના રોજગારવાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઑનલાઈન કૉલ સેન્ટર રોજગાર સેતુ (Rojgar Setu Application)નો પ્રારંભ કરાવ્યો. આ ઈ-શુભારંભ સમયે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા રોજગાર મેળાઓના આયોજન અને યુવાનોને જોબ સિકર નહીં જોબ ગીવર બનાવવાની આપણી નેમ છે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ કૉલ સેન્ટરના માધ્યમથી ઉમેદવાર જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ સાધી શકશે. કોઈપણ ઉમેદવાર ૬૩૫૭૩૯૦૩૯૦ ડાયલ કરી માહિતી મેળવી શકશે અને કૉલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.

આ પણ જુઓ : પાણી આપવાની ના પાડતાં ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો

કોરોના વાયરસ મહામારીના કારણે રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીના પર્યાપ્ત અવસર મળી રહે તે માટે ઑનલાઈન ભરતી મેળા તેમજ રાજ્યના રોજગારવાંચ્છુઓ કોઈપણ સ્થળેથી રોજગાર કચેરીઓનો ટેલીફોનિક સંપર્ક કરીને અભ્યાસલક્ષી તથા કારકિર્દીલક્ષી સચોટ અને અદ્યતન માહિતી અને માર્ગદર્શન મેળવી શકે તેવા હેતુસર જિલ્લા રોજગાર કચેરીઓ ખાતે કૉલ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી તા.૧૨ જાન્યુઆરી,૨૦૨૧ થી તા.૨૫ જાન્યુઆરી સુધી ઑનલાઈન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એપ્રેન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ ઈ-શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, રોજગાર અધિકારી સુ શિવાંગી પોટા, આઈ.ટી.આઈ. રાજપુરના આચાર્ય સુ મયુરી પ્રજાપતિ તથા વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ કલેક્ટરે નોકરીદાતાઓ સાથે સંવાદ કરી જરૂરી વિગતો મેળવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024