Sami

Sami

સમી (Sami) ના મુજપુરી દરવાજા ખાતે ચા બનાવતી વખતે અચાનક પ્રાઇમસમાં આગ લાગતા 32 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. આ યુવાન ચા બનાવી રહ્યો હતો ત્યારે આગની લપેટમાં કપડા આવી જતા ગંભીર રીતે શરીરે દાઝતા તેનુ ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

સમીના મુજપુર દરવાજા રહેતા પરમાર મુકેશભાઇ રાણાભાઇ શનિવારે સવારે તેમના ઘરે પ્રાઈમસ પર ચા બનાવતા હતા. ત્યારે પ્રાઇમસમાં અચાનક એકદમ આગ ભભુકતા શરીરે પહેેરેલ કપડા આગની લપેટમાં આવી જતા શરીરે ગંભીર રીતે દાઝ્યા હતા.

આ પણ જુઓ : 8 વર્ષની બાળક સાથે શારિરીક છેડતી કરનાર ભંગારવાળાને 3 વર્ષની સજા

શરીરે દાઝતા તાત્કાલીક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. મૃતકના ભાઇએ સમી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024