Earthquake
- સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનિટની આસપાસ ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં Earthquake (ભૂકંપ) ના આંચકા અનુભવાયા છે.
- સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો.
- રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
- રાજકોટથી દક્ષિણ-પશ્ચિમમાં 18 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.
- ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટ તાલુકાનું ભાયાસર ગામ ખાતે નોંધાયું છે.
- જોકે, રાજકોટમાં કોઇ જગ્યા પર નુકશાની ન થયા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
- ગુજરાતમાં એકસાથે ત્રણ કુદરતી આફતો આવી પડી છે.
- એક તરફ કોરોના મહામારી, બીજી તરફ વરસાદ અને હવે ભૂકંપના આંચકા… આમ, લોકોને ક્યાં જવું અને ક્યાં ન જવું તે સમજાતુ નથી.
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક સૌરાષ્ટ્રના કલેકટર સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
- રાજકોટમાં કોઇ જગ્યા પર નુકસાની ન થઈ હોવાની જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપી છે.
- સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની નોંધ લીધી છે.
- તેઓએ તાત્કાલિક સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના કલેક્ટર સાથે ફોન પર વાત કરીને માહિતી મેળવી હતી.
- આ ઉપરાંત ભૂકંપથી થયેલા નુકસાનીનો સરવે કરવા સૂચના આપી છે.
- તેઓએ રાજકોટ, અમરેલી અને જુનાગઢના કલેક્ટરો સાથે વાત કરી હતી.
- સુરેન્દ્રનગરના સાયલા, ચોટલી, અમરેલી, કાલાવડ, લોધિકા, ગોંડલ, કોટડાસાંગણી વગેરે જગ્યાએ આંચકા અનુભવાયા છે.
- જસદણમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા.
- અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
- જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો.
- સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ વ્યાપી ગયો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow