• માત્રને માત્ર ખોરાક એ શરીરના સ્વાસ્થ્યની ચાવી છે. ખોરાકની માત્રા, પ્રકાર અને સમયની અસર સ્વાથ્ય પર પડે છે.
  • દરરોજ દિવસમાં 10 કલાકના અંતરે ખોરાક લેવામાં આવે તો ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે.
  • આ નામની મેડિકલ ‘સેલ મેટાબોલિઝમ’ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
  • અમેરિકાની સેન ડિયાગો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં પુરવાર થયું છે કે ખોરાક લેવામા 10 કલાકનું અંતર રાખવાથી ફેટ અને વેટ લોસ થાય છે.
  • તેમની સાથે જ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
  • રિસર્ચમાં સામેલ કો-ઓથર સચિદાનંદા જણાવે છે કે, 10 કલાકનાં અંતરાળે ખોરાક લેવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.
  • રિસર્ચમાં 19 વોલન્ટિયર્સને સામેલ કરવામા આવ્યા હતા.
  • તમામ લોકોને કેટલાક મેડિકેશન સાથે એક નિયત સમયે અને યોગ્ય ડાયટ આપવામાં આવતું હતું.
  • તેના પછી તમામ લોકોના સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું.
  • 10 કલાક કે તેથી વધારે સમય ખોરાક લેવા માટેનો અંતરાળ રાખતા લોકોમાં કોઈ પણ પ્રકારની કેલરીની ઊણપ જોવા મળી ન હતી.
  • લોકોમાં વજન, બોડી માસ ઈન્ડેક્ષ અને ફેટમાં 3થી 4%નો ઘટાડો જોવા મળ્યો હતો.
  • આ પ્રમાણે તેમના બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશરનું ઓછું લેવલ જોવા મળ્યું હતું.
  • તમામ પરિબળો ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો માટે જવાબદાર ગણાય છે.
  • રિસર્ચમાં તારણ નીકળ્યું કે 10 કલાકના અંતરે ખોરાક લેવાથી ડાયાબિટીસ સહિતનાં રોગોનું જોખમ ઘટે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024