10 વાતોનું ધ્યાન રાખશો તો નહીં પડે અન્ન-ધનની ખોટ
રસોઈ કરતા અને જમતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય લાભની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ શાસ્ત્રોમાં ભોજન સાથે જોડાયેલી અનેક વાતો જણાવવામાં આવી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જાણો કઈ છે આ વાતો.
– રસોઈ કરતી વખતે ક્યારેય કોઈની નિંદા ન કરવી જોઈએ. તેમજ ક્યારેય ગુસ્સામાં ભોજન ન બનાવવું જોઈએ. તેનાથી ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.
– રસોઈ કરતી વખતે મન શાંત રાખવું જોઈએ. શાંત મનથી બનાવેલું ભોજન સ્વાદિષ્ટ બને છે. આ રીતે બનાવેલું ભોજન ક્યારેય ખૂટતું નથી. તેમજ ઘરમાં અન્નની કમી નથી આવતી.
– રસલોઈ શરૂ કરતા પહેલા તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. કોઈ દેવી-દેવતાના મંત્ર જાપ પણ કરી શકાય છે.
– ધ્યાન રાખો ક્યારેય પણ સ્નાન કર્યા વિના રસોઈ ન કરવી જોઈએ. સ્નાન કરીને સંપૂર્ણપણે પવિત્ર થઈને રસોઈ બનાવવી અને સૌથી પહેલા ભગવાનને તેનો પ્રસાદ ધરાવો.
– ભોજન કરતી વખતે તમારું મુખ પૂર્વ અને ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. આવું કરવાથી શરીરને વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે.
– દક્ષિણ દિશા તરફ મુખ કરીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી રોગમાં વૃદ્ધિ થાય છે. તેથી દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન ન કરવું જોઈએ.
– ક્યારેય પથારીમાં ભોજન ન કરવું જોઈએ. ભોજનની થાળીને હાથમાં લઈને પણ ભોજન ન કરવું જોઈએ. ઊભા રહીને નહીં પરંતુ બેસીને ભોજન કરવું જોઈએ.
– ક્યારેય પણ થાળીમાં પીરસવામાં આવેલા ભોજનની બુરાઈ ન કરવી જોઈએ. સાથે જ ભોજન અધવચ્ચેથી છોડીને ઊભા ન થવું જોઈએ. તેનાથી અન્નનું અપમાન થાય છે.
– ભોજનના વાસણ એકદમ ચોખ્ખાં હોવા જોઈએ. તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન ન કરવું જોઈએ.
– ભજન ગ્રહણ કરતા પહેલા દેવી-દેવતાઓનો આભાર વ્યક્ત કરવો જોઈએ. તેમજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે દરેક ભૂખ્યાં લોકોને ભોજન પ્રાપ્ત થાય.