Marriage

સુરતમાં યુવતીને અન્ય કોઈ નહીં પરંતુ તેના મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીએ આરોપ લગાવતા જણાવ્યું કે, તેના મામાના દીકરાએ તેને લગ્ન (Marriage) ની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તથા પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીને તેના મામાના છોકરાએ પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીનો આરોપ છે કે, તેને લગ્ન (Marriage) કરવાની લાલચ આપી અવાર નવાર તેની સાથે શારીરીક સંબંધો બાંધી તેનો વીડીયો બનાવ્યો હતો. આ બાદ યુવતીને લગ્ન કરવાની ના પાડી. તથા તેમના સંબંધ અંગે કોઈને જાણ કરી તો વીડિયો વાયરલ કરી દેવાની પણ ધમકી આપીને યુવતીને તરછોડી દીધી હતી.

તેમના પ્રેમસંબંધની જાણ પરિવારને થઈ ગઈ હોવાની વાત કરતા ક્યાં લગ્ન (Marriage) કરવાની વાત ક્યા થઈ હતી આપણે બંનેએ બધુ મરજીથી કયું હતું. અને હવે તું કોઈને આપણા સંબંધ વિશે વાત કરીશ તો મેં ઉતારેલ વીડિયો વાયરલ કરી દઈશ હોવાની ધમકી આપી તેણી સાથે સંબંધ તોડી નાખ્યાં હતા. આ  બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુવક સામે ગુનો નોધી  તેની ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024