Maglev
સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL એ Maglev (Magnetic Levitaion) ટ્રેનને ભારત લાવવા માટે સ્વિટઝરલેન્ડની કંપની SwissRapide AG સાથે હાથ મિલાવ્યો છે. તો હવે ભારતમાં પણ યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન દોડતી નજરે આવશે.
મળતી માહિતી મુજબ, BHELએ બુધવારના રોજ આ માહિતી આપી છે. કંપની ઘણા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. તથા અર્બન ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પણ તેમાં શામેલ છે.
રિપોર્ટ પ્રમાણે Maglev રેલ ચુંબકીય લેવિટેશન(magnetic levitation)ના કારણે પાટાના બદલે હવામાં ચાલે છે. આ યોજના હેઠળ કંપની Maglev ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરી રહી છે.
Maglev ટ્રેનનું સંચાલન ખર્ચ પણ ખૂબ ઓછું હોય છે. આ અંગે BHELએ SwissRapide AG સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળશે.
ઉપરાંત આ પ્રોજેક્ટથી ભારતમાં દુનિયાની અત્યાધુનિક તકનીકને લાવવામાં પણ મદદ થશે. BHEL ભારતમાં Maglev ટ્રેનોનું નિર્માણ કરશે. તેમાં ઊર્જાનો ખુબજ ઓછો ખર્ચ થાય છે અને સરળતાથી 500 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.