- મોરબીના ગાળ ગામના વતની પિયુષ રમેશભાઈ બોપલિયા 2017માં આર્મીમાંથી નિવૃત થયા હતા.
- આર્મી સેવા નિવૃત્ત થયા બાદ તેઓ મોરબી સ્થાયી થયા એ સમયે મોરબી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને લોહીની ખૂબ જરૂર પડતી હતી
- આવા દર્દીઓના સગા દ્વારા વોટ્સએપમાં મેસેજ મૂકવામાં આવતા હતા આવો જ એક મેસેજ વાંચીને આવા દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી કરવા પિયુષભાઈએ યુવા આર્મી નામનું ગ્રુપ બનાવ્યું હતું.
- તેઓ દર્દીને 15 મિનિટમાં લોહી પહોંચાડે છે અને એક વર્ષમાં 284 બોટલ લોહી દર્દીઓને પહોચાડ્યું છે.
- જે ગ્રુપ દ્વારા જરૂરીયાત મંદને દર્દીને મિનિટોમાં જ રક્તદાતા દ્વારા લોહી પહોંચાડાય છે.
- હાલમાં મોરબીમાં આ ગ્રુપમાં 510 એકટીવ સભ્યો છે, ત્યારે રાજકોટમાં 260, સુરતમાં 150 રક્તદાતાઓ છે છેલ્લા એક વર્ષમાં માત્ર મોરબીમાં જ તેમણે 284 બોટલ રક્ત દર્દીઓને પહોંચાડ્યું છે.
- ઓગસ્ટ 2018થી શરૂ થયેલા આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 353 બોટલ બ્લડ અપાયું છે હાલમાં આ ત્રણેય શહેરોમાંથી પિયુષભાઇને દરરોજ સાતથી આઠ કોલ આવે છે અને પિયુષભાઈ તેમના ગ્રૂપ મારફત માત્ર 10 થી 15 મિનિટમાં જ રક્તદાતાને દર્દી પાસે મોકલી આપે છે બ્લડ ડોનેટ કર્યા બાદ રકતદાતાને જયુસ પણ પીયુષભાઈ પીવડાવે છે.
- પીયૂષભાઈ જણાવે છે કે, જે શહેરમાં આર્મી કેમ્પ હોય ત્યાની નજીકની હોસ્પિટલમાં આર્મીના જવાનોના નામ અને બ્લડ ગ્રુપ સાથેનું રજીસ્ટર હોય છે.
- જેની મદદથી જ્યારે પણ કોઇ દર્દીને લોહીની જરૂર પડે ત્યારે સેનાના જવાન તાત્કાલિક બ્લડ આપી શકે.
- મેં બસ એ સિસ્ટમને આપણા સમાજમાં લાગુ કરી છે અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે એ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યો છું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.