SBIના કરોડો ગ્રાહકો માટે ખુશીના સમાચાર.
- દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એ ગ્રાહકોને મોટી ભેટ આપી છે.
- SBIએ ચાલુ નાણાકીય વર્ષમાં સતત આઠમી વાર માર્જિનલ કૉસ્ટ ઑફ લૅન્ડિંગ રૅટ (MCLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
- બેંક તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ અવધિ માટે એમસીએલઆરમાં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- નવા દર 10 ડિસેમ્બર 2019થી લાગુ થશે.

- SBIએ MCLR પર આધારિત લૉનના દરો ઘટાડી દીધા છે.
- હવે દર મહિને EMI પર 0.10% સુધી સસ્તી થઈ ગઈ છે.
- આ દર 8 ટકાથી ઓછા થઈને 7.90 ટકા થઈ ગયા છે. સૌથી મોટી બેંકે નિવેદન જાહેર કરીને કહ્યું કે, વ્યાજ દરોમાં ઘટાડાની સાથે તે દેશમાં સૌથી સસ્તા દરે લૉન આપનારી બેંક બની ગઈ છે.
- બેંકો દ્વારા MCLR વધારવા કે ઘટાડવાની સીધી અસર નવી લૉન લેનારા ઉપરાંત તે ગ્રાહકોને પણ થાય છે જેઓએ એપ્રિલ 2016 બાદ લૉન લીધી હોય.
- મૂળે એપ્રિલ 2016 પહેલા રિઝર્વ બેંકે દ્વારા લૉન લેવા માટે નિયત મિનિમમ રૅટ બૅઝ રૅટ કહેવાતો હતો. એટલે કે બેંક તેનાથી ઓછા દર પર કસ્ટમર્સને લોન નહોતી આપી શકતી.
- 1 એપ્રિલ 2016થી બેન્કિંગ સિસ્ટમમાં MCLR લાગુ થયો અને આ લૉન માટે મિનિમમ દર બની ગયો. એટલે કે ત્યારબાદ MCLRના આધારે જ લૉન આપવામાં આવે છે.
- નાણાકીય વર્ષ 2019-20મ આ આઠમી વાર છે જ્યારે એસબીઆઈએ પોતાના MCLR દરોમાં ઘટાડો કર્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.