Gujarat University
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા હવે તબક્કાવાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરી એમ બે તબક્કામાં યુજી સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓનલાઇન અને ઓફ્લાઇન એમ બંને પ્રકારે પરીક્ષા લેવાશે. કોરોનાને પગલે તમામ ફેકલ્ટીની જે તે સેમેસ્ટરની પરીક્ષાનો સમય બે કલાકનો રાખવામાં આવશે.
ઉપરાંત માત્ર અમદાવાદ નહીં પરંતુ અગાઉ લેવાયેલી પરીક્ષામાં જે પ્રમાણે કેન્દ્રો ફાળવાયા હતા તે મુજબ રાજ્યના 45 કેન્દ્રો પરથી પરીક્ષાનું આયોજન કરાશે. વિદ્યાર્થીઓ પોતાના વતન કે શહેરની આસપાસ આવેલા કેન્દ્રો પર જઇને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા
વિદ્યાર્થીઓએ 21 ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને Exam ટેબમાં Choice for Exam Centerમાં જઇને કેન્દ્રની પસંદગી કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પસંદ કરેલા પરીક્ષા કેન્દ્ર પર પૂરતી સંખ્યા નહીં હોય અથવા વિદ્યાર્થી નિયત સમયમર્યાદામાં પસંદગી કરવાનું ચૂકી જશે તો તેમની બેઠક વ્યવસ્થા યુનિવર્સિટીએ જે વ્યવસ્થા કરી છે તેમાં પરીક્ષા આપવાની રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.